Western Times News

Gujarati News

દેવોલીના ટીવી ઉપર એક્સ બોયફ્રેન્ડની વાત કરતા રડી પડી

મુંબઈ, સ્વભાવિક છે કે જેણે પ્રેમ કર્યો હોય તે ભૂલી શકે નહીં! ક્યારેક જૂનો પ્રેમ યાદ આવે ત્યારે આંખોમાંથી આંસુ પણ સરી પડતા હોય છે. આવું જ કંઈક ટીવી એક્ટ્રેસ દેવોલોની ભટ્ટાચાર્જી સાથે થયું. એક ટીવી શો દરમિયાન પોતાના એક્સ બોયફ્રેન્ડની વાત કરતા કરતા દેવોલીના ચોધાર આંસુએ રડી પડી હતી. આ વિડીયો પણ સોશિયલ મીડિયામા ખૂબ વાયરલ થયો છે.

વિડીયોમાં દેખાય છે કે, પોતાના એક્સ બોયફ્રેન્ડની વાત કરતા કરતા તે લાગણીમાં વહી ગઈ હતી અને પછી આંસુ સાર્યા હતા. બોલિવૂડ એક્ટર રિતેષ દેશમુખ અને જેનેલિયા ડીસોઝા દ્વારા હોસ્ટ કરવામાં આવેલા એક ટીવી શોમાં દેવોલીના ભટ્ટાચાર્જી લાગણીઓમાં વહી ગઈ હતી.

જ્યારે તેને પ્રેમ સંબંધ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તે રિતસરની રડી પડી હતી. એને પૂછવામાં આવ્યું હતું કે, કેટલા ટકા લોકો એવું માને છે કે, રિલેશનશીપના મામલે મહિલાઓ કરતા પુરૂષ વધારે ધ્યાન આપતા નથી? આ સવાલનો જવાબ આપતા દેવોલીના અને જાસ્મીન ભસીને કહ્યું કે, ૫૦ ટકા. તો જય ભાનુશાળી અને ટેરેન્સ લૂવીસે આ ટકાવારી સુધારતા ૬૦ ટકા ગણાવી.

એ પછી દેવોલીનાએ એક બોલ્ડ સ્ટેટમેન્ટ આપતા કહ્યું કે, મને આ પ્રશ્ન ખોટો લાગે છે. કારણ કે છોકરાઓ જાે ભૂલથી રિલેશનશીપમાં આવે છે તો એમાથી છૂટકારો કઈ રીતે મેળવવો એ વિચારે છે. આ સ્ટેટમેન્ટ બાદ ટેરેન્સે દેવોલીનાને પૂછ્યું કે, તેણે ક્યારેય આવો અનુભવ કર્યો છે? ત્યારે દેવોલોનાએ જવાબ આપ્યો કે, હા થયો છે.

તે લગભગ ૬-૭ વર્ષ સુધી રિલેશનશીપમાં હતી. ના, ના હું એના વિશે વાત કરવા માગતી નથી. એ પછી તેની આંખોમાં આંસુ આવી ગયા અને બ્રેક લેવાની વાત કરી. થોડી વાર પછી તે સ્વસ્થ થઈ, પોતાના આંસુ લૂછ્યા અને પાણી પીધુ. આ જાેઈને જેનેલિયા પણ ચિંતિત થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, તે ઠીક છે? તે પોતાનો સમય લઈ શકે છે.

એ પછી શો શરૂ થયો અને બાદમાં જય ભાનુશાળીના જવાબમાં જાસ્મીન ભસીને કહ્યું કે, પુરૂષોને કમિટમેન્ટ ફોબિયા હોય છે. તેઓ મોડુ થયા પછી પરિપક્વ બનતા હોય છે. જેના કારણે તેઓ જવાબદારી લેવાથી ડરતા હોય છે. તેઓ ખરેખરમાં આ વાતનો સામનો કરવા માગતા હોતા નથી. તેઓ વાસ્તવિકતાને સ્વીકારતા નથી અને પછી એનાથી દૂર થઈ જતા હોય છે. એ પછી દર્શકોએ પણ પોતાનો પ્રેમ વરસાવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.