દિલ્હીમાં ઝ્રદ્ગય્ના ભાવ એક રૂપિયો પ્રતિ કિલોગ્રામ વધ્યો

નવી દિલ્હી, દિલ્હી-એનસીઆરમાં એકવાર ફરી સીએનજીના ભાવમાં ભડકો જાેવા મળી રહ્યો છે. નવા ભાવ શનિવારે સવારે ૬ વાગ્યાથી લાગૂ થઈ ચૂક્યા છે અને દેશની રાજધાની દિલ્હીમાં સીએનજીના ભાવ એક રૂપિયો પ્રતિ કિલોગ્રામ વધી ગયા છે. તેના સિવાય રાજસ્થાન, હરિયાણામાં પણ નવા ભાવ લાગૂ પડશે.
સરકારી કંપની ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડએ સામાન્ય લોકોને મોટો ઝટકો આપ્યો છે. આઈજીએલ તરફથી શુક્રવારે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં સીએનજીના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
દેશમાં પેટ્રોલ અને ડિજલના ભાવોમાં ફેરફાર થયા પછી હવે સીએનજીના ભાવોમાં પણ ફેરફાર કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. શનિવારે દિલ્હીમાં સીએનજી ૫૩.૦૪ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે, જ્યારે ગુરુગ્રામમાં તેના ભાવ ૬૦.૦૪ રૂપિયા પ્રતિ કિલોએ વેચાશે.
તેવી રીતે અજમેર, પાલી સહિત રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં સીએનજીના ભાવ ૬૭.૩૧ રૂપિયા પ્રતિ કિલો થઈ જશે. અગાઉ ૧૪ નવેમ્બરે આઈજીએલ દ્વારા સીએનજીની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો.
ત્યારપછી દિલ્હીમાં સીએનજીની કિંમતમાં ૨.૨૮ રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદમાં પણ સીએનજી ૨.૫૬ રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે. ૧ ઓક્ટોબર બાદ આ ચોથી વખત છે જ્યારે સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડના આ ર્નિણય બાદ અન્ય કંપનીઓ પણ સીએનજીના ભાવમાં વધારો કરી શકે છે.SSS