દેશને ત્રીજી મેડ ઇન ઇન્ડિયા વેક્સિન મળી, એન્ટી કોવિડ દવા અને રસીને અપાઇ મંજૂરી

નવીદિલ્હી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનએ કોવિડ ૧૯ રસી કોવોવેક્સ અને કોર્બેવેક્સ અને એન્ટિ-વાયરલ દવા મોલનુપીરાવીરને ઇમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ આ અંગેની વિશેષ જાણકારી પણ આપી. તબક્કાવાર ટિ્વટ્સમાં દેશને અભિનંદન આપતા, આરોગ્ય પ્રધાને કહ્યું કે, મોલનુપિરવીર એક એન્ટિવાયરલ દવા છે કે જેનું ઉત્પાદન દેશની ૧૩ કંપનીઓ દ્વારા કોવિડ-૧૯ ના પુખ્ત દર્દીઓની સારવાર માટે ઇમરજન્સીની પરિસ્થિતિમાં પ્રતિબંધિત ઉપયોગ માટે કરવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, નૈનોપાર્ટિકલ વેક્સિન, કોવોવેક્સનું નિર્માણ પુણે સ્થિત ફર્મ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવશે. મહત્વનું છે કે, ઓક્ટોબરમાં ડ્ઢઝ્રય્ૈં ને મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી.HS