Western Times News

Gujarati News

સીએમ ચન્નીના સબંધીના ઘરે ઈડીના દરોડાઃ અત્યાર સુધી ૧૦ કરોડની રોકડ મળી

ચંદીગઢ, પંજાબના સીએમ ચરણજીતસિંહ ચન્નીના સબંધીના ઘરે ઈડી દ્વારા ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા.પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા જ ઈડી દ્વારા ગેરકાયદેસર માઈનિંગના મામલામાં સંખ્યાબંધ જગ્યાએ રેડ પાડવામાં આવી છે.

આ તમામ જગ્યાઓ પંજાબના સીએમ ચરણજીતસિંહ ચન્નીના સબંધી ભૂપેન્દરસિંહ હનીની હોવાનુ મનાય છે.અત્યાર સુધીમાં હનીના મોહાલી ખાતે આવેલા ઘરેથી ૭.૯ કરોડ રુપિયા કેશ જપ્ત કરાઈ છે.કુલ મળીને ઈડીને ૧૦ કરોડ રુપિયા મળ્યા છે.

મોહાલીના એક એપાર્ટમેન્ટ પર તેમજ લુધિયાણાના એક ઘર પર પણ ઈડીએ આજે દરોડા પાડ્યા છે.સાથે સાથે એક ગામના કોંગ્રેસી સરપંચના ઘરે પણ ઈડીની ટીમ પહોંચી છે. દરમિયાન સીએમ ચન્નીએ કહ્યુ છે કે, પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા આ જ રીતે દરોડા પાડવામાં આવ્યા હતા.આ રીતે રેડ પાડીને ગભરાવવામાં આવી રહ્યા છે. હવે ચૂંટણી આવી છે ત્યારે તેમને દરોડા પાડવાનુ યાદ આવી રહ્યુ છે. કોંગ્રેસના કાર્યકરોને દબાવવાના પ્રયત્નો સફળ નહીં થાય.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.