Western Times News

Gujarati News

પોર્ન વીડિયોની લીંક મોકલી ખંડણી માંગવામાં આવી

પ્રતિકાત્મક

વડોદરા, આજકાલ સોશિયલ મીડિયા પર વેબ સિરીઝની ચલણ ખૂબ જ વધ્યું છે. જેના કારણે હવે લોકોને છેતરવા માટે આરોપીઓએ એક નવો જ રસ્તો અપનાવ્યો છે.

વેબ સિરીઝ જાેતા લોકો માટે વડોદરામાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે. આ ઘટના જાણીને લોકો વિચારી રહ્યા છે કે શું વેબ સિરીઝ મારફતે પણ લોકોને ઠગી શકાય છે. વડોદરામાં બેંકના અધિકારી પાસે વેબ સિરીઝના નામે પોર્ન વિડિયોની લીંક મોકલી ખંડણી માંગવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે વડોદરામાં એક બેંક અધિકારી પાસે એક અલગ જ રીતે ખંડણી માગવાની ઘટના પ્રકાશમાં આવી છે. બેંકના અધિકારી પાસે વેબ સિરીઝના નામે પોર્ન વિડિયોની લીંક મોકલી ખંડણી માંગવામાં આવી છે. અધિકારીએ કોઈ વિચાર્યા વગર લિંક ખોલતાં જ લેપટોપમાં ૮ થી ૯ પોર્ન વીડિયોની સાઈટ ખુલી ગઈ હતી.

જેના કારણે ડરીને અધિકારીએ લેપટોપ બંધ કરીને શરૂ કરતાં લેપટોપ લોક કરી દેવાયું હતું. દેશના કાયદા મંત્રાલયના હોમ પેજનો ઉપયોગ કરી સાયબર માફિયાએ એક ફિશીંગ પેજ બનાવ્યું હતું. જેમાં આ બેંકના અધિકારી પાસે લિંક મોકલીને ૨૯૦૦૦ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.

સાયબર માફિયાએ ધમકી આપતા જણાવ્યું હતું કે, જાે તેઓ ૬ કલાકમાં ખંડણી નહિ આપે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જ્યારે આ ઘટનામાં સાયબર એક્સપર્ટ મયુર ભુસાળવકરએ પેજની તપાસ કરતા સેન્ટ્રલ આફ્રિકાના સાયબર માફિયા હોવાનું સામે આવ્યું હતું. સાયબર માફીયાઓ ખંડણી માટે રેનસમવેર અને ફિશીંગ ટેકનિકનો હવે ઉપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.