Western Times News

Gujarati News

અનુજ કપાડિયાને એક ચાહકે આપી યૂનિક ગિફ્ટ

મુંબઈ, પોપ્યુલર ટીવી એક્ટર ગૌરવ ખન્ના હાલ સીરિયલ અનુપમામાં અનુજ કપાડિયાના રોલમાં જાેવા મળે છે. ગૌરવ ખન્નાનું ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. અનુપમાનો રોલ કરતી રૂપાલી ગાંગુલી સાથેની તેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી પણ દર્શકોને ખૂબ પસંદ આવે છે. અભિનેતા-અભિનેત્રીઓને ફેન્સ ગિફ્ટ મોકલતાં રહે છે.

ફોટોફ્રેમ, કાર્ડ, કેક, ફૂલ, ચોકલેટ વગેરે જેવી ફેન્સના પ્રેમ રૂપી ગિફ્ટ્‌સ કલાકારોને મળતી રહે છે. પરંતુ ગૌરવ ખન્નાને આ વખતે ફેન તરફથી અનોખી ગિફ્ટ મળી છે. જેની ઝલક ગૌરવે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બતાવી છે. ગૌરવ ખન્નાના એક ફેને આકાશના અસલી તારાનું નામ એક્ટરના નામે આપ્યું છે.

ગૌરવના ચાહકે આકાશના તારાનું નામ તેના પર રજિસ્ટર કરાવ્યું છે. ગૌરવ ખન્નાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તારાના નામના રજિસ્ટ્રેશનના દસ્તાવેજાે શેર કર્યા હતા. સાથે જ આ અનોખી ગિફ્ટ માટે ફેનનો આભાર માન્યો હતો. ગૌરવે તસવીરો શેર કરતાં લખ્યું, જ્યારે ફેન આકાશના અસલી તારાનું નામ તમારા નામ પરથી આપે છે. થેન્ક્યૂ.

ગૌરવે તારાના રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ પણ શેર કર્યુ છે. તસવીરોમાં જાેઈ શકો છો કે, સર્ટિફિકેટ પર લખેલું છે કે, ઈન્ટરગેલેક્ટિકલ સ્ટાર ડેટાબેઝ નંબર ISD0535340 હવે ગૌરવ ખન્નાના નામે ઓળખાશે. પ્રશંસકની આ અનોખી ગિફ્ટે ગૌરવનું દિલ જીતી લીધું હતું. વર્કફ્રંટની વાત કરીએ તો, ગૌરવ ખન્નાને ‘અનુપમા’ સીરિયલમાં અનુજ કપાડિયાના રોલે ખૂબ પોપ્યુલારિટી અપાવી છે.

આ શોમાં થોડા મહિના પહેલા ઉદ્યોગપતિ અને અનુપમાના ફ્રેન્ડ તરીકે ગૌરવ ખન્નાની એન્ટ્રી થઈ હતી. અનુજ અને અનુપમાની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ પસંદ છે અને તેઓ આતુરતાથી તેમના પરણવાની રાહ જાેઈ રહ્યા છે. અનુજ કપાડિયા તો કોલેજ કાળથી અનુપમાને પ્રેમ કરતો આવ્યો છે અને હવે અનુ પણ તેને પ્રેમ કરવા લાગી છે ત્યારે બંનેના એકરારની ફેન્સ રાહ જાેવે છે. ‘અનુપમા’ સિવાય ગૌરવ ‘જીવનસાથી’, ‘સીઆઈડી’, ‘તેરે બિન’ વગેરે જેવા ટીવી શોમાં જાેવા મળ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.