Western Times News

Gujarati News

સારા કામની સજા આપવામાં આવી રહી છે: આઝમ ખાન

રામપુર, જોહર યુનિવર્સિટી માટે કિસાનોની જમીન જબરજસ્તી પડાવી લેવાના મામલે ફસાયેલ સપાના સાંસદ આઝમ ખાન ફરી એસઆઇટીની સમક્ષ હાજર થયા હતાં પોલીસ અધિકારીઓએ તેમને લગભગ અડધો કલાક સુધી સવાલ જવાબ કર્યા હતાં. સાંસજ આઝમ ખાને કહ્યું કે તેમને સારા કામની સજા આપવામાં આવી રહી છે ભારતીય લોકતંત્રમાં કદાચ જ કોઇને આટલા અપામાનિત કરવામાં આવ્યા હોય જેટલા તેમને કરવામાં આવી રહ્યાં છે તેમણે કહ્યું કે તે ઇચ્છે છે કે તપાસમાં સહયોગ કરે અને તપાસ નિષ્પક્ષ થાય એ નક્કી છે કે ખોટું કરનારાઓને ખુબ મોટું નુકસાન થનાર છે.

આઝમ ખાને કહ્યું કે તેમણે ૨૦૦ સવાલોના જવાબ આપ્યા છે.કેટલાક અન્ય સવાલ આપવામાં આવ્યા છે જેના જવાબ માટે એક દિવસનો સમય લેવામાં આવ્યો છે તેમાં અમારૂ નામ,સરનામુ મિલ્કત વગેરેની માહિતી માંગવામાં આવી છે.ફકત પૌણા ચાર વીધા જમીનનો વિવાદ છે જેના પર અમે કયારેય જમીન માલિકોને રોકયા નથી તે ખેતી કરે કે તેને વેચી દે કે જાહર ટ્રસ્ટને આપી દે.સુપ્રીમ કોર્ટની તમામ રૂલિંગ છે કે ૧૦ વર્ષ બાદ કોઇ દાવો કરી શકે નહીં પરંતુ ૧૩ વર્ષ સુધી કોઇને કોઇ ફરિયાદ ન હતી. હવે અમારા ઉપર ૮૮ કેસ દાખલ કરાવવામાં આવ્યા છે અને ભૂમાફિયા જાહેર કરવામાં આવ્યા છે અમને હાઇકોર્ટથી ન્યાય મળી રહ્યો છે આવનારા સમયમાં ફરિયાદ કરનારાઓને શરમમાં મુકાવવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.