Western Times News

Gujarati News

ડેભારી ગ્રામ પંચાયતમાં દારૂની પાર્ટીથી ખળભળાટ

પ્રતિકાત્મક

વીરપુર, ગુજરાતમાં દારૂ બંધી માત્ર કાગળ પર હોવાની વાત સાબિત કરતો વીડિયો વાયરલ થયો છે. મગીસાગરના વીરપુર તાલુકાની ડેભારી ગ્રામ પંચાયતનો વીડિયો વાયરલ થયો છે.

પંચાયતમાં તલાટી મંત્રી દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિસાગર જિલ્લાના ડેભારી ગ્રામ પંચાયતનો વીડિયો વાયરલ થયો છે. તેમાં તલાટી મંત્રી પંચાયતની ઓફિસમાં ટેબલ પર દારૂનો ગ્લાસ ભરી રહ્યાં છે. ડેભારી ગ્રામ પંચાયતના તલાટી રમેશભાઈ સહિત અન્ય લોકો અહીં દારૂની મહેફિલ માણી રહ્યાં છે.

આ વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. પંચાયતની ઓફિસમાં દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયાં બાદ સ્થાનિક લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. પરંતુ લોકોની રજૂઆત બાદ હજુ મંત્રી સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. તલાટી સામે તંત્રએ આંખ બંધ કરી દેતા લોકો પણ ચર્ચા કરી રહ્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.