Western Times News

Gujarati News

ગ્લેમરસ સમંથા પ્રભુએ તેનો ૩૫મો જન્મદિવસ ઉજવ્યો

મુંબઈ, સાઉથની ફિલ્મોની સૌથી તેજસ્વી અભિનેત્રીઓમાંની એક Samanthatruth Prabhu ટૂંક સમયમાં Varun Dhwan સાથે બોલિવૂડમાં જાેવા મળશે. ખૂબ જ સુંદર, ગ્લેમરસ અને સ્ટાઇલિશ સમંથા પ્રભુ આજે તેનો ૩૫મો જન્મદિવસ ઉજવી રહી છે. સમંથાની ઘણી ફિલ્મોએ રેકોર્ડબ્રેક કમાણી કરી છે.

તેમની ફિલ્મો ‘મર્સલ’ અને ‘રંગસ્થલમ’ લોકોને ખાસ પસંદ આવી હતી. સમંથા તેના બોલ્ડ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ વાસ્તવમાં અભિનેત્રીનું સપનું ક્યારેય અભિનેત્રી બનવાનું નહોતું. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, સમંથાએ પૈસાની તંગીના કારણે ૨૦૧૦ માં ફિલ્મોમાં પગ મૂક્યો હતો.

સમંથાએ ફિલ્મોમાં જાેડાતા પહેલા મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તે પાર્ટ ટાઈમ જાેબ પણ કરતી હતી. આ દરમિયાન તેને પહેલી ફિલ્મ ‘યે માયા ચેસવ’ની ઓફર મળી હતી. તેની ફિલ્મ જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. તેને બેસ્ટ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે.

ધીમે ધીમે તે સાઉથ ઈન્ડસ્ટ્રી પર રાજ કરવા લાગી. સમંથા પ્રભુ વિશે બહુ ઓછા લોકો જાણે છે કે તે રેવતી પછી બીજી એવી અભિનેત્રી છે જેણે ૨૦૧૩માં તમિલ અને તેલુગુ માટે ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે, જે એક રેકોર્ડ છે. સમંથા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

તે જલ્દી જ વરુણ ધવન સાથે બોલિવૂડ ફિલ્મ સિટાડેલમાં જાેવા મળશે. ચાહકો તેમના આ હિન્દી પ્રોજેક્ટની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. સમંથા રૂથ પ્રભુ વિશે બહુ ઓછા લોકો જાણે છે કે તે પોતાની એનજીઓ પણ ચલાવે છે. આ NGOનું નામ પ્રત્યુષા સપોર્ટ છે.

આ પસંદગીના વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ પૂરી પાડે છે. અંગત જીવનની વાત કરીએ તો, સમંથાએ ૨૦૧૭માં સાઉથના સુપરસ્ટાર નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન હિંદુ અને ક્રિશ્ચિયન રિવાજાે અનુસાર થયા હતા અને તેઓ સાઉથના સૌથી હિટ કપલ્સમાંથી એક હતા પરંતુ ગયા વર્ષે તેઓએ અલગ થવાનો ર્નિણય લીધો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.