Western Times News

Gujarati News

સલમાનની ફિલ્મના સેટ પરથી લીક થયો શહેનાઝનો ફર્સ્ટ લુક

મુંબઈ, Big Boss-૧૩ ફેમ શહેનાઝ ગિલ મોડા પડદા પર ડેબ્યુ કરવા માટે ઉત્સુક છે. શહેનાઝ માટે આ મોટી વાત છે કારણકે તે સલમાન ખાન સાથે ફિલ્મ કભી ઈદ કભી દિવાલીથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી શહેનાઝ ગિલના અને સિડનાઝના ફેન્સની ખુશીનો કોઈ પાર નથી. આ ફિલ્મના સેટ પરથી શહેનાઝ ગિલનો ફર્સ્‌ટ લુક પણ લીક થયો છે.

સોશિયલ મીડિયા પર એક ક્લિપ પણ વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તે કભી ઈદ કભી દિવાલીના સેટ પરથી લેવામાં આવી છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે શહેનાઝ ગિલ વેનિટી વેનમાં બેઠી છે અને પછી શૂટ માટે જઈ રહી છે. તેણે સાડી પહેરેલી છે, વાળ બાંધેલા છે અને વેણી પણ લગાવી છે.

બે દિવસ પહેલા જ સલમાન ખાને પણ કભી ઈદ કભી દિવાલીના સેટ પરથી પોતાનો ફર્સ્‌ટ લુક જાહેર કર્યો હતો. આ ફિલ્મના ડિરેક્ટર ફરહાદ સામજી છે અને ફિલ્મમાં સલમાન ખાનની સાથે લીડ રોલમાં પૂજા હેગડે પણ છે. ફિલ્મમાં નવી એન્ટ્રી રાઘવ જુયાલની પણ છે.

સલમાન ખાને પોતાનો જે લુક શેર કર્યો છે, તેમાં તે લાંબા વાળમાં એક્શન અવતારમાં જાેવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન સ્ટારર ફિલ્મ કભી ઈદ કભી દિવાલીનું શૂટિંગ જાેરશોરથી ચાલી રહ્યું છે. પૂજા હેગડેએ પણ શૂટ શરુ થવાની જાણકારી શેર કરી હતી.

તાજેતરમાં જ પૂજા હેગડે પ્રભાસ સાથે ફિલ્મ રાધે શ્યામ અને થલપતિ વિજય સાથે બીસ્ટમાં જાેવા મળી હતી. પરંતુ દુર્ભાગ્યવશ પૂજા હેગડેની બન્ને ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. હવે કભી ઈદ કભી દિવાલીને કેવી પ્રતિક્રિયા મળે છે તે જાેવાની વાત છે.

આ ફિલ્મ ૩૦ ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે. ફિલ્મને સલમાન ખાનના ખાસ મિત્ર સાજિદ નાડિયાદવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે. ૨૭મી ડિસેમ્બરના રોજ સલમાન ખાનનો જન્મદિવસ છે. સલમાનના જન્મદિવસના ત્રણ દિવસ પછી ફેન્સને મોડા પડદા પર વિઝ્‌યુઅલ ટ્રીટ મળવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.