Western Times News

Gujarati News

નોઈડા: સુપરમેનનો સ્ટંટ કરી રીલ બનાવવા જતાં બાળકનું મોત

નોઈડા, નોઈડામાં ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાના ચક્કરમાં બુધવારે પાંચ બહેનના એકના એક ભાઈનું મોત થઈ ગયું છે. આ આખી ઘટના માસૂમની ચાર બહેનની સામે જ ઘટી. તે સુપરમેનની જેમ ઉડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

તેના માટે તેને પોતાની ડોકમાં દુપટ્ટો બાંધીને તેનો બીજો છેડો છત પર ટાંગી દીધો હતો. આ કારણે બાળકનું મોત થઈ ગયું. પોલીસને 51 સેકન્ડનો એક વીડિયો મળ્યો છે, જેમાં નીચે કૂદતાં પહેલાનો આખો ઘટનાક્રમ કેદ છે.

બૃજેશ નોયડાના સેક્ટર-113 પોલીસ સ્ટેશનમાં આવતા પર્થલા ગામમાં પોતાના પરિવારની સાથે ભાડાના મકાનમાં રહે છે. 14 મેનાં દિવસે તેમનો 13 વર્ષનો દીકરો સુજીત રૂમમાં અંદર પોતાની ચાર બહેનોની સાથે સોશિયલ મીડિયામાં રીલ બનાવી રહ્યો હતો.

તે માટે બાળકે બહેનનો દુપટ્ટો રૂમની છતમાં બાંધ્યો અને સ્લેબ પર પ્લાસ્ટિકના ડબ્બા પર ઊભો રહીને સ્ટંટ કરવા લાગ્યો. આ દરમિયાન દુપટ્ટો તેના ગળામાં ભરાયો અને શ્વાસ રુંધાવાને કારણે તે બેભાન થઈ ગયો.

બહેનોએ જયારે ભાઈને બેભાન જોયો તો તેઓ બૂમો પાડવા લાગી. દેકારો સાંભળીને ઘરના લોકો પણ રૂમમાં આવી ગયા અને બેભાન બાળકને તાત્કાલિક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ ગંભીર સ્થિતિને જોતા બાળકને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરી દેવાયો, જ્યાં સારવાર દરમિયાન બુધવારે તેનું મોત થઈ ગયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.