રાખીને હોસ્પિટલમાં મૂકી ex-gf સાથે લગ્ન કરવા જતો રહ્યો આદિલ ?
મુંબઈ, રાખી સાવંતએ મંગળવારે હોસ્પિટલમાંથી ડાન્સ કરતો એક વિડીયો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તેની સર્જરી થવાની છે. જાેકે, સર્જરી શેની હતી તે અંગેની માહિતી સામે આવી નહોતી. પરંતુ હવે રાખીએ અમારા સહયોગી ટીવી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં શેની સર્જરી કરાવી તે અંગે જણાવી દીધું છે.
View this post on Instagram
સર્જરી પહેલા ખૂબ ઉછળ-કૂદ કરી રહેલી રાખીની અત્યારે થોડી અશક્તિ અનુભવી રહી છે. જે તેના અવાજમાં પણ વર્તાઈ રહ્યું હતું. રાખીએ જણાવ્યું કે, જૂહુની ક્રિટિકેર હોસ્પિટલમાં તેની સર્જરી થઈ છે અને તે ચાર કલાક સુધી ચાલી હતી. “મારા પેટમાં ગર્ભાશયની સહેજ ઉપર એક ગાંઠ હતી. આ ગાંઠ લાંબા સમય પહેલા કઢાવવાની હતી પરંતુ કોઈને કોઈ કારણોસર વિલંબ થતો રહ્યો”, તેમ રાખીએ જણાવ્યું.
View this post on Instagram
રાખીના પેટમાં રહેલી ગાંઠ તેને અસહ્ય પીડા આપી રહી હતી. તેણે કહ્યું, “એટલે જ મેં સત્વરે ગાંઠ કઢાવી દેવાનું નક્કી કર્યું હતું. ડૉ. વીણા શિંદેએ મારી સારવાર કરી છે. મને હજી બે દિવસ સુધી હોસ્પિટલમાં રાખશે. અત્યારે મને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે અને ખાસ ચાલી પણ નથી શકતી. મારા ડાયટમાં પણ કેટલીક વસ્તુઓની ચરી પાડવાનું જણાવાયું છે.”
રાખીની સાથે તેનો બોયફ્રેન્ડ આદિલ પણ છે. “તે મારી સાથે હોસ્પિટલમાં છે અને મારું ધ્યાન રાખે છે.”, તેમ રાખીએ ઉમેર્યું. આદિલે રાખીની તકલીફ વિશે વાત કરતાં કહ્યું, રાખીને બે વર્ષથી આ સમસ્યા હતી. હા, હું તેની સાથે હોસ્પિટલમાં જ છું.
મારી હીરોઈન અહીં હોય તો પછી હું ક્યાં જઉં? જણાવી દઈએ કે, રાખીએ એક દિવસ અગાઉ જ ઈન્સ્ટાગ્રામ લાઈવ કરીને આદિલની પૂર્વ ગર્લફ્રેન્ડ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રોશીનાએ સોશિયલ મીડિયા પર સ્ટોરી મૂકી હતી કે, તે આદિલ સાથે લગ્ન કરી રહી છે. જેના જવાબમાં રાખીએ હોસ્પિટલમાંથી કહ્યું હતું, “તેને ભસવા દો. મારો આદિલ મારો છે અને તે મને દગો નહીં આપે. મને સાચો પ્રેમ કરે છે.
બધી જ છોકરીઓ આદિલની પાછળ પડી છે કારણકે તે સ્માર્ટ અને હેન્ડસમ છે. રોશિના પબ્લિસિટી સ્ટંટ કરી રહી છે. જાણી જાેઈને મને છંછેડે છે બેવડી…પોતાને મુસ્લિમ કહે છે અને ડ્રગ્સ-દારુ લે છે. આદિલ તેની સાથે વાત નથી કરતો અને તે જાતે જ પોસ્ટ મૂકી રહી છે.”SS1MS