Western Times News

Gujarati News

આણંદમાં ખેતરમાં કરંટ લાગતા બાળકનું મોત થયું

આણંદ, બોરસદમાં વીજ કરંટ લાગવાના કારણે ૧૨ વર્ષના બાળકનું મોત થઈ ગયું છે. બાળક ખેતરમાં બોર ખાવા માટે જઈ રહ્યો હતો ત્યારે કરંટનો ભારે ઝટકો લાગતા તેનું મોત થઈ ગયું છે. આ ઘટનામાં કોની બેદરકારીથી બાળકે જીવ ગુમાવ્યો છે તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. પરિવારે માસૂમને ગુમાવતા ઘરમાં ભારે શોકનો માહોલ છે.

બોરસદના કિંખલોડ ગામમાં બાળક બોર ખાવા માટે જઈ રહ્યો હતો ત્યારે કેળની વાડીમાં લગાવેલા ૨૪ વોલ્ટના ઝટકા મશીનથી કરંટ લાગવાના કારણે બાળકનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ અંગે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો સહિત ગ્રામજનો બનાવના સ્થળ પર એકઠા થઈ ગયા હતા.

બાળકને કરંટ લાગતા તેનું કરુંણ મોત થયું છે, આ ઘટના અંગે જાણ થતા તેના પરિવારને માહિતી આપવામાં આવી હતી. પોતાના પરિવારના માસૂમનું મોત થતા ઘરમાં ભારે શોકનો માહોલ છે. આ ઝટકા મશીન નિયમો પ્રમાણે મૂકવામાં આવ્યું હતું કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરીને આ ઘટના માટે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

ખેડૂતોના ઉભા પાકને ભૂંડ, નીલગાય અને ખેતરની આસપાસના વિસ્તારમાં રખડતા પ્રાણીઓ દ્વારા નુકસાન કરવામાં આવતું હોય છે. આ નુકસાનથી બચવા માટે ખેડૂતો દ્વારા ખેતરના ફરતે પ્રાણીઓ ઉભા પાકને નુકસાન ના કરે તે માટે ઝટકા મશીન લગાવવામાં આવતું હોય છે.

જેના કારણે ખેતરમાં ભૂંડ સહિતના પ્રાણીઓ ઘૂસી શકતા નથી. આ ઝટકા મશીનનો ઉપયોગ કરીને તારની વાડમાં વીજ કરંટ વહેતો કરવામાં આવતો હોય છે, જેથી પ્રાણીઓ તેને સ્પર્શ કર્યા બાદ ખેતરમાં ઘૂસવાના બદલે ત્યાંથી નાસી જતા હોય છે.

પરંતુ આ ઝટકા મશીનનો વીજ કરંટ ૧૨ વર્ષના બાળક માટે મોતનું કારણ બન્યું છે. ઝટકા મશીનમાંથી ૨૪ વોલ્ટનો વોલ્ટનો વીજ કરંટ બાળકને લાગી જતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને અંતમાં તેનું મોત થઈ ગયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.