Western Times News

Gujarati News

ટ્રકનો થયો વિચીત્ર અકસ્માતઃ બોડી કેબિન સાથે ચેસીસથી અલગ થઈ ગઈ

(પ્રતિનિધિ) ભરૂચ, રીલ્સ જેવો રીયલ ફિલ્મી સીન ભરૂચ જીલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે ઉપર પાનોલી નજીક ખરોડ પાસે સર્જાયો હતો.

ભુજથી ૧૪ ટાયરની ટ્રકમાં માલભરી ડ્રાઈવર સિકંદર સાહની કર્ણાટક બેંગ્લોર તરફ જઈ રહ્યો હતો. ભરૂચ-અંકલેશ્વર પસાર થયા બાદ ટ્રક પાનોલી હાઈવે ઉપર માંડ ૪૦ થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું.ત્યાં જ એકાએક ટ્રકની બોડી કેબિન સાથે ચેસીસથી અલગ થઈ ગઈ હતી.

માલ સાથે બોડી અને કેબિન છૂટી પડી હાઈવે પર પટકાઈ અને પલટી મારી ગઈ હતી.જ્યારે ચેસીસ સાથે ટ્રક આગળ નીકળી ગઈ હતી. જાેરદાર ધડાકા સાથે અવાજ આવતા કેબિન તેમજ બોડી છૂટી પડતા ડ્રાઈવર સિકંદરે તુરંત બ્રેક મારી ટ્રકને અટકાવી દીધી હતી.

ટ્રક ઉપર આગળના ભાગે લખેલ હરી ઈચ્છા મુજબ સાચે જ આ વિચિત્ર રીલ્સ જેવા રિયલ અકસ્માતમાં કોઈપણ દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી.પાછળ આવતા વાહનોનો ચમત્કારિક બચાવ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.