Western Times News

Gujarati News

ગોધરાના લો કોલેજના વિદ્યાર્થીઓ ધ્વારા લિગલ લીટરેસી કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગામ વાંકપુર પ્રાથમિકશાળા તેમજ ગોધરા શહેરમાં આવેલ સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ સખી સીવણ ક્લાસ ગોવિંર્દી ગામમાં લો કોલેજ ગોધરાના વિધાર્થીઓ ઘ્વારા લીગલ લીટરેસી કેમ્પ યોજાયો હતો પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ ઘ્વારા સંચાલિત લો કોલેજ ગોધરામાં ચાલતા એન.એસ.એસ. યુનિટ અને બાર કાઉનસીલ ઓફ ઈન્ડીયાના માર્ગદર્શક હેઠળ ચાલતી પ્રવૃત્યિના ભાગ રૂપે લો કોલેજ ગોધરાના પ્રિન્સીપાલ અપુર્વ પાઠક , સતીશ નાગર , કૃપા જયસ્વાલ મેડમ, અમિતભાઈ અને સમગ્ર એન.એસ.એસ. યુનિટ સ્વરૂપે સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમને લીલી ઝંડી આપી અને વિદ્યાર્થીઓએ કેવી રીતે કામગીરી કરવી તે અંગેની માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને કાયદા વિષે માહિતગાર કરવામાં આવ્યા જેમાં બાળકોના અધિકારો, મહિલાઓના અધિકારો, સાયબર ક્રાઈમ, ઘરેલુ હિંસાઓ, ભરણપોષણના હકક તથા મફત કાનુની સહાય વિષે માહિતીઓ આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.