પાનોલી પાસેના ખેતરના શેઢામાં સંતાડેલો ૧૧ લાખ ઉપરાંતનો દારૂ ઝડપાયો
કુખ્યાત બુટલેગર સહિત ત્રણ ઈસમો વોન્ટેડ જાહેર
(પ્રતિનિધિ)ભરૂચ, પાનોલી પોલીસે આલુંજ-પિલુદ્રા ગામ તરફ જતા માર્ગની બાજુમાં આવેલ ખેતરના શેઢા પરથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે અને કુખ્યાત બુટલેગર સહીત ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હોળી અને ધૂળેટી પર્વમાં રેલમછેલ થાય તે પહેલા જ પાનોલી પોલીસે આલુંજ-પિલુદ્રા ગામ તરફ જતા માર્ગની બાજુમાં આવેલ ખેતરના શેઢા પરથી લાખોનો બિયર અને દારૂનો જથ્થો હસ્તગત કર્યો છે.જાેકે પોલીસના દરોડામાં કુખ્યાત બુટલેગર સહીત ત્રણ ઈસમો મળી આવ્યા ન હતા.
પાનોલી પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો.દરમ્યાન બાતમી મળી હતી કે કાપોદ્રા ગામનો બુટલેગર રમઝાન ઈદ્રીશ શેખ અને કુખ્યાત બુટલેગર જીગ્નેશ પરીખે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે.જે આલુંજ-પિલુદ્રા ગામ તરફ જતા માર્ગની બાજુમાં આવેલ ખેતરના શેઢા ઉપર સંતાડી રાખ્યો હતો.જે દારૂનો જથ્થો મહેશ છના વસાવા રખેવાળી કરી રહ્યો હતો.બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.દરોડાને પગલે મહેશ વસાવા પોલીસને જાેઇને ફરાર થઈ ગયો હતો.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૯૩૭૨ નંગ બોટલ મળી કુલ ૧૧.૨૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે કુખ્યાત બુટલેગર જીગ્નેશ પરીખ તેમજ રમઝાન ઇદ્રીશ શેખ સહીત ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.