સોડાના બે વેપારીઓને ધંધાકીય હરિફાઈમાં કરેલો ઝઘડો ભારે પડ્યો
ભાઈ બધી જ બાબતના ધંધામાં હરિફાઈના કરો, નહીં તો હું પણ કરીશ તો ભારે પડશે
અંકલેશ્વરમાં ધંધાકીય હરીફને ભગાડી મુકવા માર મારતો વિડિયો થયો વાયરલ
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરમાં ધંધાકીય હરીફાઈ માંથી હરીફને ભગાડી મુકવા માર મારવાની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે.
ચૌટા નાકા પાસે આવેલ State Bankની સામે સોડાની દુકાનમાં હરીફે દુકાનમાં ધસી આવી દુકાનદારને ધમકાવી માર માર્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થી છે.આ મામલે દુકાનદારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ અનુસાર સોમવારના સાંજના અરસામાં દુકાનદાર ૪૭ વર્ષીય ઝુબેર અબ્દુલ મજીદ મેમન સોંડાની દુકાન પર કામ કરતા અશરફ તથા જાબીર સાથે હાજર હતા તે દરમ્યાન શોપિંગની લાઈનમાં સાગર સોડાની દુકાન ચલાવતા મુદસર શેખ રહે.ભાટવાડ અંકલેશ્વરએ ફોન કરી ધમકી આપી હતી
કે “તમે ભાઈ બધી જ બાબતના ધંધામાં હરિફાઈના કરો નહીં તો હું પણ કરીશ તો તમને ભારે પડશે” ફોન પર વાતચીત દરમ્યાન મુદસર શેખ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લગતા દુકાનદારે ફોન કાપી નાખ્યો હતો.આ બાદ મુદસર શેખ આશરે દસેક મિનિટ પછી સોડાની દુકાનમાં આવી ઝઘડો કરવા લાગયો હતો.
જેણે દુકાનદારને તમાચા મારી દુકાનમાં મુકેલ સોડાની સિરપની બોટલો તથા કોચના ગ્લાસ તોડી નાખી દુકાનમાંથી જતા જતા ધંધામાં હરિફાઈ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી રવાના થઈ ગયો હતો.
જે બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.