નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓને તિલક કરી પ્રવેશ આપવા VHPનું આવેદન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/10/1310-Bharuch-VHP-1024x693.jpg)
વિધર્મીઓને ગ્રાઉન્ડમાં ન પ્રવેશવા વી.એચ.પી દ્વારા ગરબા આયોજકોને અપીલ કરાઈ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ અને ઈખર ગામમાં નવરાત્રીની ઉજવણીમાં વિધર્મીઓની ધમકીના મુદ્દે વી.એચ.પી અને બજરંગ દળે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.
નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ અને આમોદ તાલુકાના ઈખર ગામમાં નવરાત્રીની ઉજવણીમાં વિધર્મીઓની ધમકી બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.જીલ્લા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનપત્ર માં જણાવાયું છે કે આસો માસમાં આવતી શરદીય નવરાત્રી મહત્વપૂર્ણ નવરાત્રી છે.
આવા સાંસ્કૃતિક મહાપર્વની આયોજન કરવા જતાં ભરૂચ જીલ્લામાં આવેલા આમોદ તાલુકાના ઈખર ગામમાં ગરબા પંડાલની તૈયારી માટે સાફ સફાઈ કરવા જતા વિધર્મી ઈસમો દ્વારા આ અમારો ઈલાકો છે,અહીંયા કોઈ ગરબા નું આયોજન કરશો તો પથ્થર મારો કરીશું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.આ ઘટના ખુબજ નીંદનીય છે અને આવી ધમકીઓને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સાખી લેશે નહી
અને કાનૂની ડાયરામાં રહી તેનો જવાબ આપશે અને ધૂમધામથી નવરાત્રીના મહાપર્વનો ઉત્સવ ઉજવાશે તેની કાળજી લેશે.આ ઉપરાંત ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ભરૂચના ગરબા આયોજકોને જાહેર અપીલ કરતા જણાવ્યું છે કે માતાજીના તહેવાર જે ભકિતમય આરાધનાના પર્વ છે અને મનોરંજન અથવા પ્રોફેશનલ વ્યવસ્થાય તરીકે જાેવાનું બંધ કરો
અને ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીઓ દ્વારા પગ પેસારો થતા રોકવા માટે આયોજકો સનિષ્ઠ પ્રયત્નો કરે અને અમારા કાર્યકર્તાઓ ગરબા રમવા આવતા ખેલૈયાઓને તિલક કરી ગૌ મૂત્ર છાંટી પ્રવેશ આપવામાં આવે તેવી આયોજકોને અપીલ કરવામાં આવી છે.
આજકાલ લવજેહાદની ઘટનાઓ વધી રહી છે.એમાં ભરૂચ પણ બાકી નથી.ત્યારે પશ્ચિમી સંસ્કૃતિના વાર્ડ ચઢી ફ્રેન્ડશીપના ઓથા હેઠળ હિન્દુ યુવતીઓને ધાકધમકી,લોભ લાલચ આપી વાસનાનો શિકાર બનાવી શારીરિત શોષણ કરવામાં આવે છે. ત્યારે હિન્દુઓના પવિત્ર અનુષ્ઠાનના પર્વને લવજેહાદનું હાથવગું હથિયારના બને તેવી કાળજી ગરબા આયોજકો રાખે તેવી અપીલ કરવામાં આવી રહી છે.