Western Times News

Gujarati News

ICICI હોમ ફાઇનાન્સની બ્રાન્ચ નેટવર્કનું વિસ્તરણ ગુજરાતમાં 21 શાખાઓ સુધી થયું

હોમ લોન તથા પ્રોપર્ટી સામે લોન પ્રોડક્ટ્સની વ્યાપક શ્રેણી પ્રદાન કરે છે.

ICICI હોમ ફાઇનાન્સ કંપનીએ ગુજરાતમાં તેની ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું

હિંમતનગર,  25,000 કરોડ એયુએમ સાથે ભારતની સૌથી ઝડપથી વિકસતી હોમ ફાઇનાન્સ કંપનીઓ પૈકીની એક આઇસીઆઇસીઆઇ હોમ ફાઇનાન્સ કંપની (આઇસીઆઇસીઆઇ એચએફસી)એ તેની વિસ્તરણ યોજનાના ભાગરૂપે ગુજરાતનાં હિંમતનગર અને મોડાસામાં નવી શાખાઓ ખોલી છે. ICICI Home Finance Company expands its footprint in Gujarat

આ આઇસીઆઇસીઆઇ એચએફસીની ગુજરાત રાજ્યમાં 21મી શાખા છે. એકંદરે દેશમાં 200 કરતા વધારે શાખાઓ છે. કંપનીનો હેતુ સ્થાનિક લોકોને હોમ લોન્સ, હોમ ઇમ્પ્રુવમેન્ટ લોન્સ, ઓફિસ પ્રિમાઇસીસ લોન્સ અને પ્રોપર્ટી લોન જેવી પ્રોડક્ટ્સની વ્યાપક શ્રેણી પ્રદાન કરવાનો છે.

કંપનીની વિસ્તરણ યોજનાઓ પર પ્રતિક્રિયા આપતા આઇસીઆઇસીઆઇ (ICICI HFC) એચએફસીનાં એમડી અને સીઇઓ અનિરૂધ કામાણીએ કહ્યું કે, “અમે વ્યૂહાત્મક રીતે સમૃદ્ધ હાઉસિંગ બજારો ધરાવતા રાજ્યોમાં અમારી હાજરીને વિસ્તારી રહ્યા છીએ, જ્યાંના રહેવાસીઓ સક્રિયપણે તેમના સપનાના ઘરો માટે વિશ્વસનીય ધિરાણ ઉકેલો શોધી રહ્યા છે. અમારા વ્યાપક નેટવર્ક અને ઉન્નત પહોંચ સાથે, અમે એવા ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવાની અમારી ક્ષમતામાં વિશ્વાસ ધરાવીએ છીએ કે જેઓ તેમના સપનાના ઘરોની માલિકીની ઇચ્છા ધરાવે છે.”

નવી શાખાઓ વિવિધ આવકના સ્ત્રોત ધરાવતા ગ્રાહકોને હોમ લોન પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી પૂરી પાડે છે જેમાં પગારદાર કર્મચારીઓ અને સ્વ-રોજગાર વ્યાવસાયિકોનો પણ સમાવેશ થાય છે. આઇસીઆઇસીઆઇ એચએફસી વિવિધ પ્રકારની નવીન હોમ લોન પ્રોડક્ટ્સ પણ ઓફર કરે છે જે વિવિધ પ્રકારની મિલકતોને આવરી લે છે, જે ગ્રાહકોને તેમની વ્યક્તિગત જરૂરિયાતો પૂરી કરવા દે છે.

શ્રી અનિરૂધ કામાણીએ કહ્યું કે, “અમે સમજીએ છીએ કે ઘર ખરીદવું એ એક મોટો નિર્ણય છે અમે અમારા ગ્રાહકો માટે આ પ્રક્રિયાને શક્ય તેટલી સરળ બનાવવા માંગીએ છીએ.”

હોમ લોનની સાથે સાથે, નવી શાખાઓ વિવિધ પ્રકારની અન્ય નાણાકીય પ્રોડક્ટ્સ પણ ઓફર કરે છે જેવી કે પ્રોપર્ટી સામે લોન્સ અને હોમ ઇમ્પ્રુવમેન્ટ લોન્સ. આઇસીઆઇસીઆઇ એચએફસી તેનાં ગ્રાહકોને શ્રેષ્ઠ સંભવિત નાણાકીય ઉકેલો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે તથા નવી શાખાઓ કંપનીને ગુજરાતમાં વધારે ગ્રાહકો સુધી પહોંચવામાં સહયોગ કરશે.

ગ્રાહકો આઇસીઆઇસીઆઇ એચએફસી હિંમતનગર શાખાની મુલાકાત 202, બીજો માળ, શાંતમ-9, મોતીપુરા સર્કલ, હિંમતનગર, ગુજરાત – 383001 ખાતે લઇ શકશે અને આઇસીઆઇસીઆઇ એચએફસી મેડાસા શાખાની મુલાકાત નં. 203, બીજો માળ, શાંતમ 11, કોટક મહિંન્દ્રા બેંક પાસે, શામળાજી રોડ, મોડાસા, ગુજરાત – 383315 ખાતે લઇ શકશે. શાખાઓ રજાઓ સિવાય સોમવારથી શુક્રવાર અને મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે સવારે 9:30 થી સાંજના 5:30 સુધી કાર્યરત રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.