Western Times News

Gujarati News

વહુએ 10 લાખમાં સોપારી આપી સાસુ-સસરાની ઘાતકી હત્યા કરાવી

પ્રતિકાત્મક

હિંમતનગરમાં નિવૃત્ત પોલીસકર્મી-પત્નિની હત્યાનો ભેદ ઉકેલાયો

હિંમતનગર, હિંમતનગરના રામનગરમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેમની પત્નિના હત્યાકાંડમાં પરિવારજનો સામેલ હોવાની બાબતને સમર્થન આપતાં પોલીસ દ્વારા જાહેર કરાયું હતું કે સાસુ સસરા બંને પુત્રવધૂને ત્રાસ આપતાં હોવાથી પુત્રવધૂએ સગીર દીકરા સાથે મળી બંનેને પતાવી દેવા અવારનવાર ઘેર આવતા

ર૩ વર્ષીય હેત પટેલને કોન્ટ્રાકટ કિલર બનાવી અન્ય શખ્સ સાથે મંગળવારે બપોરે ઘેર લાવી સાસુ સસરાને પતાવી દીધા હોવાની પુત્રવધૂએ કબૂલાત કરી દીધા બાદ પોલીસની ત્રણ ટીમોએ ૮૩.૮પ લાખના દાગીના અને રૂ.૩૦.૩૦ લાખ રોકડા રિકવર કરી કુલ ચાર જણાંની અટકાયત કરી હતી.

મહિલા પીઆઈ બી.પી. ડોડીયાએ મિત્તલકુમારીની પૂછપરછ કરતાં ભાગી પડયા હતા અને કબૂલાત કરી હતી કે તેમના સસરા વિક્રમસિંહ ભાટી તથા સાસુ મનહર કુંવરબા તેમને અને તેમના દીકરાને ત્રાસ આપતાં હોય અને ઝઘડો કરતા હોય પોતે તથા પોતાના સગીર દીકરાએ મળીને બંનેને મારી નાખવાનું નકકી કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.