Western Times News

Gujarati News

અમેરિકામાં હેલેન વાવાઝોડાથી ૨૬૦૦ કરોડથી વધુનું નુકસાન

વોશિંગ્ટન, અમેરિકામાં શુક્રવારે આવેલા વાવાઝોડાં હેલેને ફ્લોરિડા અને દક્ષિણ પૂર્વ અમેરિકામાં ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડાંના કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને ૬૦ પર પહોંચી ગયો છે. સૌથી વધુ દક્ષિણ કેરોલિનામાં ૨૪ લોકોના મોત થયા છે.

તીવ્ર ગતિએ ફૂંકાતા પવનમાં અનેક મકાનો તૂટી પડ્યા છે. બીજી બાજુ બચાવ કર્મચારીઓએ પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. દક્ષિણ અમેરિકામાં ભારે પવન અને ધોધમાર વરસાદ પડ્યા બાદ ભારે વિનાશ થયો છે અને હવે તંત્ર દ્વારા સફાઈ અભિયાન શરૂ કરી દેવાયું છે. વાવાઝોડા હેલેસના કારણે ઉદભવેલી તોફાની લહેરોના કારણે અનેક જગ્યાએ વીજળી પણ જતી રહી છે.

વાવાઝોડું એટલું તિવ્ર હતું કે, તેમાં અનેક સડકો અને બ્રિજો તૂટી ગયા છે. દક્ષિણ કેરોલિના, ફ્લોરિડા, જ્યોર્જિયા સહિત અનેક વિસ્તારમાં મોટાપાયે નુકસાન થયું છે.

ઉત્તરના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ વાવાઝોડામાં ઓછામાં ઓછા ૬૦ લોકોના મોત થયા છે, જેમાં જ્યોર્જિયામાં બાળકો સહિત ૧૭ લોકોના મોત થયા છે. મૂડીસના વિશ્લેષકો મુજબ વાવાઝોડાંના કારણે ૧૫ અબજ યુએસ ડોલરથી ૨૬ અબજ યુએસ ડોલર સુધીનું નુકસાન થયું હોવાની આશંકા છે.

કેટેગરી-૪નું ચક્રવાતી વાવાઝોડું હેલેન શુક્રવારે (૨૭ સપ્ટેમ્બરે) પસાર થતાં ફ્લોરિડા, જ્યોર્જિયા, ઉત્તર કેરોલિના, દક્ષિણ કેરોલિના તથા વર્જિનિયામાં ઉત્તર-પૂર્વ ટેનેસી સુધી અનેક મકાનો તૂટી ગયા હતા. અહીં અત્યંત જોખમી બચાવ અભિયાન હાથ ધરતા યુનિકોઈ કાઉન્ટી હોસ્પિટલની છત પરથી હેલિકોપ્ટર દ્વારા ૫૪ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ન્યૂપોર્ટ, ટેનેસી જેવા શહેરોમાંથી પણ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ચક્રવાતી વાવાઝોડું નેશ કાઉન્ટી, ઉત્તર કેરોલિના સહિત કેટલાક વિસ્તારોમાં ત્રાટક્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.