Western Times News

Gujarati News

25000 ચોરસ મીટરમાં દેશનો પહેલો લોટસ પાર્ક અમદાવાદમાં બનશે

50 કરોડના ખર્ચથી અમદાવાદમાં ભવ્ય લોટ્‌સ પાર્ક બનશે

(પ્રતિનિધિ) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર પશ્ચિમઝોનનાં ગોતા વોર્ડમાં એસ.જી. હાઇવે ખાતે દેવ સીટી પાસે ટી.પી.૨૯ (ગોતા), એફ.પી.૦૪ ના પ્લોટમાં અંદાજે ૨પ હજાર ચો.મી. જગ્યામાં લોટસ પાર્ક ડેવલપ કરવામાં આવશે જેના માટે રૂ. ૫૦ કરોડનો ખર્ચ થશે.

મ્યુનિ. શાસક પક્ષ ઘ્‌વારા વર્તમાન નાણાકીય વર્ષના બજેટમાં લોટસ પાર્ક બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી જેના માટે પ્રાથમિક તબક્કે રૂ.૨૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર અને તેના નાગરિકો ફૂલોના ખૂબ જ શોખીન છે. જેનો એહસાસ આપણે પ્રતિવર્ષ યોજવામાં આવતા ફલાવર શોની સફળતા દ્વારા મહેસુસ કરી શકીએ છીએ. લોટસ પાર્ક અથવા ગારલેન્ડ ઓફ ઈન્ડિયા (સંસ્કૃતમાં કૌસુમ) એક પ્રતિકાત્મક માળખું છે. જે થકી ભારત દેશનાં તમામ રાજ્યોનાં ફુલનું એક જ સ્થળે પ્રદર્શન થઇ શકશે.

આ પ્રોજેક્ટ્‌સનો આકાર કમળના પુષ્પનાં રૂપમાં લેવામાં આવ્યો છે જ્યાં દરેક પાંખડી ચોક્કસ રાજ્યના રાજ્ય ફૂલનું પ્રદર્શન કરશે. તેથી વિવિધતામાં એકતાના વિચારને મજબૂત કરવા માટે, આ પ્રોજેક્ટ અમદાવાદના લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે, જ્યાં તેઓ એક ચોક્કસ જગ્યાએ સમગ્ર ભારતના તમામ રાજ્યના ફૂલોની કલ્પના કરી શકે ભારતના રાજ્ય ફૂલોને વહન કરતી તમામ પાંખડીઓ ટેબ્લેટ વડે ટેક્નોલોજીકલ રીતે નિયંત્રિત કરશે.

આપણાં રાજ્યનું વાતાવરણ ભેજ, તાપમાન અને તેને અનુરૃપ દરેક વસ્તુને નિયંત્રિત કરી શકે એ માટે સક્ષમ છે. જે ચોક્કસ પ્રદેશના ચોક્કસ ફૂલને ઉગાડવા માટે જરૂરી છે તેમજ તે જ સમયે તે ફ્‌લોરલ મ્યુઝિયમમાં પણ વિશ્વના વિવિધ ભાગોના વિવિધ ફૂલોનું પ્રદર્શન કરશે. ફૂલોની દુકાનમાં ફ્‌લાવર પ્રોડક્ટ્‌સ ખરીદી શકાય છે. તમે અહીં ફ્‌લોરલ વેલનેસનો પણ લાભ લઈ શકો છો.

આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી કોન્સેપ્ટ પર વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ રૂ. ૭૫ થી ૮૦ કરોડ (+ ય્જી્‌) થાય તેવો અંદાજ છે, પરંતુ ચાલુ વર્ષનાં બજેટમાં આ કામગીરી માટે રૂ.૨૦.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં સિવિલ, ઇલેક્ટ્રિકલ, સ્ટ્રક્ચરલ, સ્ઈઁ, ટેક્નોલોજી, લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ, જાહેર સુવિધા સુવિધાઓ, ર્પાકિંગ વગેરેનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.