લોન્ચપેડથી લીડરશિપ સુધીઃ યાન મેનનું એમેઝોન સમર્થિત ગ્રૂમિંગ રેવોલ્યુશન

Mumbai, ભારતની પ્રથમ સમર્પિત મેન્સ મેકઅપ બ્રાન્ડ યાન મેન આધુનિક ભારતીય પુરુષો માટે પર્સનલ કેરને નવેસરથી આકાર આપી રહી છે. અમેરિકામાં બ્યૂટી ઉદ્યોગમાં દાયકાઓનો અનુભવ ધરાવતા કોસ્મિક સાયન્ટિસ્ટ રાહુલ શાહ દ્વારા સ્થપાયેલી યાન મેન લાંબા સમયથી રહેલી માર્કેટ ગેપને પુરવા માટે લોન્ચ કરવામાં આવી હતી કારણ કે ભારતીય પુરુષો પાસે તેમની સ્કીન, ટોન અને લાઇફસ્ટાઇલ માટે તૈયાર કરાયેલી ગ્રૂમિંગ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સની અછત હતી. From Launchpad to Leadership: Yaan Man’s Amazon-Backed Grooming Revolution
ઘરઆંગણે વિકસેલી એમએસએમઈ યાન મેન સાંસ્કૃતિક પરિવર્તન લાવવા માટે નાના વ્યવસાયોની શક્તિ દર્શાવે છે. તે ભારતીય ગ્રાહકો માટે ખાસ બનાવાયેલી હાઇ પર્ફોર્મન્સ સ્કીન કેર અને મેકઅપ ઓફર કરે છે અને હેતુપૂર્ણ, સમાવેશક ડિઝાઇન થકી આ સ્ટીગ્માને પડકારે છે અને સ્વઅભિવ્યક્તિને પુનઃવ્યાખ્યાયિત કરે છે. આ એમએસએમઈ દિવસે તેમની સ્ટોરી એક પ્રમાણ બની રહે છે કે કેવી રીતે એમેઝોન જેવા ડિજિટલ માર્કેટપ્લેસીસ આધુનિક વ્યવસાયોને આગળ વધવા, સ્પર્ધા કરવા અને રોજબરોજના જીવનને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે સક્ષમ બનાવે છે.
એમેઝોન થકી વ્યૂહાત્મક ડિજિટલ લોન્ચ
ડિજિટલ ફર્સ્ટ બ્રાન્ડ તરીકે યાન મેને પહોંચ ઊભી કરવા અને ઝડપથી વિસ્તરવા માટે 2023માં એમેઝોન સાથે ભાગીદારી કરી હતી. એમેઝોન લોન્ચપેડ થકી બ્રાન્ડે ઉભરતા વ્યવસાયો માટે બનાવાયેલી વિશિષ્ટ ઇકોસિસ્ટમનો લાભ મેળવ્યો છે અને વહેલા પહોંચ, બ્રાન્ડ વિઝિબિલિટી અને સમગ્ર ભારતમાં ગ્રાહક આધાર વિકસાવવા માટેની એક્સેસ મેળવી છે.
ફુલફિલમેન્ટ બાય એમેઝોને (એફબીએ) સરળ લોજિસ્ટિક્સ અને ઝડપી ડિલિવરી ટાઇમલાઇન સક્ષમ કરી છે જેનાથી યાન મેનની ટીમ પ્રોડક્ટ ડેવલપમેન્ટ તથા બ્રાન્ડ બિલ્ડિંગ પર ધ્યાન આપી શકી છે. એમેઝોનના રિયલ ટાઇમ ડેશબોર્ડ્સ, રિવ્યૂ સિસ્ટમ્સ અને કસ્ટમર ફીડબેક લૂપ્સ પ્રોડક્ટ પોર્ટફોલિયોને રિફાઇન કરવામાં અને બજારની સુસંગતતા સુનિશ્ચિત કરવામાં મહત્વના ટૂલ્સ બન્યા છે.
લોન્ચના છ મહિનામાં જ યાન મેનને માસિક ઓર્ડર્સમાં ત્રણ ગણો ઉછાળો જોવા મળ્યો છે અને તેણે 14,000થી વધુ પિન કોડ્સમાં તેની પહોંચને વિસ્તારી છે. તેની બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ્સ મહત્વના તહેવારોના સમયગાળામાં તેમની કેટેગરીમાં ટોચના 10 સ્થાનમાં પહોંચી છે જે બજારના મજબૂત પ્રતિસાદ તથા માંગને દર્શાવે છે.
એમેઝોનની કસ્ટમર રિવ્યૂ ઇકોસિસ્ટમ અને સેલર ટૂલ્સે યાન મેનને વાસ્તવિક સમયમાં અપનાવવા, તેના ફોર્મ્યુલેશન્સને સુધારવા અને યુઝર ફીડબેકના આધારે બ્રાન્ડ અનુભવમાં મદદ કરી છે. આ ઉપરાંત, માર્કેટપ્લેસે પહેલી વખત ખરીદી કરતા પુરુષોને તેમની જરૂરિયાત મુજબની ગ્રૂમિંગ પ્રોડક્ટ્સ શોધવા માટે વિશ્વાસ આપ્યો છે.
યાન મેનની વૃદ્ધિ બુટસ્ટ્રેપ પ્રકારે થઈ છે, જે એમેઝોનના પે-એઝ-યુ-ગ્રો મોડેલ અને ઓપરેશનલ સપોર્ટ સિસ્ટમ્સ દ્વારા શક્ય બની છે. કોઈપણ પ્રકારે બહારથી ફંડિંગ મેળવ્યા વિના, બ્રાન્ડે નફાકારક રીતે આગળ વધી, પ્રોડક્ટ્સનું પરીક્ષણ કરવા, માંગને ટ્રેક કરવા અને વાસ્તવિક સમયમાં ગ્રાહકોની જરૂરિયાતોને પ્રતિસાદ આપવા માટે એમેઝોનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કર્યો હતો. આ વર્ષે બ્રાન્ડ જુલાઈમાં પ્રાઇમ ડેમાં પણ ભાગ લઈ રહી છે, જેમાં બેસ્ટસેલર્સ પર એક્સક્લુઝિવ ડીલ્સ અને સમગ્ર ભારતમાં નવા ગ્રાહકો સુધી પહોંચવા માટે નવેસરથી પ્રયાસો કરવામાં આવશે.
એમેઝોન દ્વારા સમર્થિત પોર્ટફોલિયો વિસ્તરણ અને વૈશ્વિક પહોંચ
આગળ જતાં યાન મેન ગ્રુમિંગ અને પર્સનલ કેર ક્ષેત્રમાં તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને ભારતીય પુરુષોની વિકસતી જરૂરિયાતોને અનુરૂપ નવા સોલ્યુશન્સ રજૂ કરી રહી છે. જેમ જેમ બ્રાન્ડ સ્થાનિક બજારોમાં તેની હાજરીને મજબૂત બનાવે છે, તેમ તેમ તે એમેઝોન ગ્લોબલ સેલિંગ દ્વારા વૈશ્વિક તકો પણ શોધી રહી છે, જેનો ઉદ્દેશ ભારતીય ડાયસ્પોરા અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવાનો છે જેઓ સમાવિષ્ટ, ડિઝાઇન-ફોરવર્ડ પુરુષોની બ્યૂટી પ્રોડક્ટ્સને મહત્વ આપે છે.
નવા યુગના ભારતીય એમએસએમઈ તરીકે, યાન મેન નવીનતા, સમાવેશકતા અને ડિજિટલ-પ્રથમ ઉદ્યોગસાહસિકતાની ભાવનાને દર્શાવે છે. દરેક પ્રોડક્ટ સાથે તે પરંપરાને પડકારવાનું ચાલુ રાખે છે અને ભારત તથા ટૂંક સમયમાં વિશ્વભરના પુરુષો પર્સનલ કેરનો અભિગમ કેવી રીતે અપનાવે છે તે ફરીથી વ્યાખ્યાયિત કરે છે.
બ્રાન્ડ જુલાઈમાં મોટી ઇવેન્ટ પ્રાઇમ ડે માટે પણ તૈયારી કરી રહી છે. તેના બેસ્ટસેલર્સ એક્સક્લુઝિવ ડીલ્સ માટે તૈયાર છે ત્યારે યાન મેન આ ઇવેન્ટને નવા ગ્રાહકો સુધી પહોંચવા, વિઝિબિલિટી વધારવા અને વધુને વધુ પુરુષો સુધી આત્મવિશ્વાસ અને સંભાળના તેના મેસેજને પહોંચાડવા માટે એક શક્તિશાળી બજાર તરીકે જુએ છે.