Western Times News

Gujarati News

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા 100થી વધુ જંકશનોને AI ટેકનોલોજીથી સજ્જ કરાશે 

file

ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં 18થી 20 લાખ લોકોને નર્મદા પાણીનાં પુરવઠામાં વધારાથી મળશે લાભ

અમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિગ કમિટી શુક્રવાર, 30 જાન્યુઆરી 2026એ મળી હતી. જેમાં શહેરનાં ઉત્તર-પશ્ચિમ ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં નર્મદાનાં પાણીનાં વિતરણની વાત કરી હતી.

તેમણે જણાવ્યું કે, જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નર્મદા નદીનું પાણી ઉત્તર-પશ્ચિમ ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં વિતરણ કરવામાં આવે છે, જે રિંગ રોડ પર વર્ટિકલ ડેવલોપમેન્ટમાં જોવા મળી રહ્યું છે. 15થી વધુ માળની ઇમારતોમાં વસ્તીનું પ્રમાણ વધતું જાય છે જેને કારણે આ વિસ્તારોમાં પાણીની ઘટ પડતી હોય છે. તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ  નર્મદા નિગમ દ્વારા 468 એમએલ પાણીનો જથ્થો વધારે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરિણામે સમગ્ર ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનની પોપ્યુલેશનમાં લગભગ 18 થી 20 લાખ લોકોને નર્મદાના પાણીનો લાભ મળશે. વધુમાં તેમણે જણાવ્યું કે, ગોતા, વસ્ત્રાપુર, થલતેજ, અબધપુર, સોલા, જોધપુર, વેજલપુર વગેરે વિસ્તારોમાં આવનારા સમયગાળા દરમિયાન નર્મદાના પાણીનો જથ્થો વધારે પ્રમાણમાં આપવામાં આવશે. અગાઉ આપણે જે રીતે નર્મદાનાં પાણીનાં વિતરણમાં કાપ મૂકવો પડતો હતો, પરંતુ હવે આ સમસ્યાનો અંત આવશે.

પ્રહલાદનગરની ખાતે ટીમ વેજલપુર ટીપી 25માં મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. જે પીપીપી મોડલથી ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અને તેની ઉપર આઠ માળ સુધી ઓફિસ પાર્કિંગ રાખવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો અને ઓફિસો માટે શોપ્સ અને ઓફિસ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. પરંતુ કોઈપણ બિલ્ડરે તેમાં ભાગ લીધો ન હતો.

ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા પ્લોટ સાથે જમીનની કિંમત સાથે સમગ્ર મલ્ટી લેવલ પાર્કિંગને વહેચાણ માટેની મંજૂરી આપવામાં આવી છે. બોર્ડની મંજૂરી મેળવ્યા બાદ એને આપણે ટેન્ડર બહાર પાડવામાં આવશે, જેમાં જે પણ હાયર બીડર બોલી બોલશે તેમને આ ઓડાની લેન્ડ કમિટી દ્વારા તેની અપસેટ વેલ્યુ પણ નક્કી કરી આ મલ્ટી લેવલ પાર્કિંગ આપવામાં આવશે.

ઇસનપુરમાં જે રીતે વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને પાણીની ટાંકી તૈયાર કરવા માટેની મંજૂરી સ્ટેન્ડિગ કમિટીમાં આપવામાં આવી છે. જેથી ત્યાં વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આવશે. પરંતુ ત્યાં અવરોધરૂપ થતાં ઝાડનો પ્રશ્ન હોઇ, આ ઝાડને મહાનગરપાલિકાનાં મિશન મિલિયન ફોર 40 લાખ ટ્રીનાં અંતર્ગત ચોક્કસ જગ્યાઓ પર રિલોકેટ કરવામાં આવશે. આ મિશન અંતર્ગત 40 લાખ વૃક્ષોને સીટીમાં ઉગાડીને ગ્રીન કવર વધે તે માટેનાં પ્રયત્નો કરવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સીટીમાં ટ્રાફિકની માત્રા વધતી જાય છે. જે માટે ઓવર બ્રિજ, અંડર બ્રિજનું નિર્માણ હોય કે વોલ ટુ વોલ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે લેફ્ટ ટર્ન વધારે માત્રામાં ખુલ્લા કરવામાં આવશે. તેમજ સિગ્નલ અને જંકશનો 100 કરતા વધારે ડેવલપ કરવામાં આવશે. છે, જેથી આવનાર સમયગાળા દરમિયાન એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી ટ્રાફિક જંકશન અને પોલીસ સાથે સંકલન સાધીને આ ટ્રાફિકની સમસ્યામાંથી નગરજનોને મુક્તિ મળે અને તેમનો સમય ઓછામાં ઓછો વેડફાય, તેમજ સરળતાથી તેમની મંજીલ સુધી પહોંચે તે માટેનું આયોજન એએમસીનું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.