કેન્સર અને ગંભીર બીમારીઓની દવાઓ પર હવે નહીં લાગે કસ્ટમ ડ્યુટી!
(એજન્સી)નવી દિલ્હી, દેશના બદલાતા હેલ્થ પેટર્નને ધ્યાનમાં રાખીને નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૬-૨૭માં કેન્સરના દર્દીઓ માટે પણ મહત્વની જાહેરાતો કરી છે. બજેટમાં કેન્સરની દવાઓને લઈને તેમણે જણાવ્યું છે કે, ૧૭ કેન્સરની દવાઓ પર લાગતી બેઝિક કસ્ટમ્સ ડ્યુટીને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવી છે. આનાથી હવે જીવલેણ બીમારીઓની સારવાર સસ્તી અને સરળ બનશે. આ ઉપરાંત દુર્લભ બીમારીઓ માટે પણ ઈમ્પોર્ટ ડ્યુટીમાં મોટી રાહત આપવામાં આવી છે, જે કરોડો પરિવારો માટે ખૂબ મોટી રાહત સાબિત થશે.
બેઝિક કસ્ટમ્સ ડ્યુટી એ એક પ્રકારનો ટેક્સ છે, જે ભારત સરકાર વિદેશમાંથી આયાત કરાયેલા સામાન પર લગાવે છે. આ ટેક્સ ઝ્રેર્જંદ્બજ છષ્ઠં, ૧૯૬૨ હેઠળ વસૂલવામાં આવે છે. જ્યારે કોઈ દવા વિદેશ (જેમ કે અમેરિકા કે જર્મની)માંથી ભારત આવે છે, ત્યારે તેને ભારતની સીમામાં પ્રવેશવા માટે આ ટેક્સ ભરવો પડે છે.
સામાન્ય રીતે જીવન રક્ષક દવાઓ પર બેઝિક કસ્ટમ્સ ડ્યુટી ૫%થી ૧૦%ની વચ્ચે હોય છે અને આ કસ્ટમ ડ્યુટીનો ૧૦% સોશિયલ વેલફેર સરચાર્જ છે. દવાઓ પર સામાન્ય રીતે ૫% કે ૧૨% ય્જી્ પણ લાગે છે. નિર્મલા સીતારમણે ૧૭ કેન્સરની દવાઓ પર આ ૧૦%ની ડ્યુટીને ૦% કરી દીધી છે. એટલે કે હવે તે દવાઓ પર માત્ર ય્જી્ (જો લાગુ હોય તો) જ લાગશે, કસ્ટમ ડ્યુટી નહીં લાગે.
સરકાર દ્વારા આવક મેળવવા અને દેશના સ્થાનિક ઉદ્યોગોને સુરક્ષા આપવા માટે કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો – સરકારની કમાણી માટે અને વિદેશી સામાન એટલો સસ્તો ન થઈ જાય કે ભારતની પોતાની કંપનીઓ બંધ થઈ જાય, તેથી આ ડ્યુટી લગાવાય છે.
સૌથી મોટી અને સીધી અસર દવાઓના ભાવ પર પડશે. સરળ શબ્દોમાં કહીએ તો આ એક પ્રકારનો ઇમ્પોર્ટ ટેક્સ છે. તેને હટાવવાથી દવાઓના ભાવ સીધા ૧૦%થી ૧૨% સુધી ઘટી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કેન્સરની વિદેશી દવા અગાઉ રૂ.૧૦,૦૦૦માં મળતી હતી, તો ડ્યુટી હટવાથી તેનો ભાવ લગભગ રૂ.૮,૮૦૦થી રૂ.૯,૦૦૦ની વચ્ચે પહોંચી શકે છે.
કસ્ટમ ડ્યુટી ખતમ થવાથી વિદેશી દવાઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ ઉપરાંત, ૭ નવી દુર્લભ બીમારી ઓને પણ ડ્યુટી-ફ્રી લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે, જેનો અર્થ એ થયો કે આ બીમારીઓની દવાઓ હવે પહેલાં કરતાં ઘણી સરળ અને સસ્તી રીતે મેળવી શકાશે.
