બેંગલુરુમાં એશિયાની બીજી સૌથી મોટી ઓફિસ એમેઝોને શરૂ કરી: 7,000 કર્મચારીઓ કામ કરશે
નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી-2026: અમેરિકન ટેક જાયન્ટ એમેઝોને સોમવારે બેંગલુરુમાં એશિયાની તેની બીજી સૌથી મોટી ઓફિસ ખોલવાની જાહેરાત કરી છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 1.1 મિલિયન સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું આ 12 માળનું કેમ્પસ ભારતમાં ઈ-કોમર્સ, ઓપરેશન્સ, પેમેન્ટ્સ, ટેકનોલોજી અને સેલર સર્વિસિસના 7,000 થી વધુ કર્મચારીઓને સમાવશે.
Karnataka Welcomes Amazon’s 10th Corporate Office as Company Unveils $35 Billion India Expansion Inaugurated Amazon’s 11 lakh sq. ft. corporate headquarters (BLR 37) at Vinayak Nagar near Yelahanka, Bengaluru. This marks Amazon’s 10th corporate office in Karnataka and reflects our strong two-decade partnership. Amazon plans to invest $35 billion in India over the next four years, supporting 15 million small businesses and creating lakhs of jobs, with a significant share benefiting Karnataka.
બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યા બાદ કર્ણાટકના મોટા અને મધ્યમ ઉદ્યોગ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મંત્રી એમ.બી. પાટીલે જણાવ્યું હતું કે, “બેંગલુરુમાં એમેઝોનનું સતત રોકાણ વૈશ્વિક ટેકનોલોજી અને ઈનોવેશન હબ તરીકે ભારતની વધતી જતી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે. એમેઝોનના નવા કેમ્પસ જેવા મોટા પાયાના પ્રોજેક્ટ્સ ઉચ્ચ ગુણવત્તાવાળી નોકરીઓનું સર્જન કરે છે, સ્થાનિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવે છે અને ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને ટેકો આપે છે. અમે એવા રોકાણોનું સ્વાગત કરીએ છીએ જે લાંબા ગાળાની ક્ષમતા બનાવે છે અને અમારા કાર્યબળ (વર્કફોર્સ) માટે તકો ઊભી કરે છે.”
આ નવા કેમ્પસનો પ્રારંભ એમેઝોનના ભારતમાં સતત રોકાણનો એક ભાગ છે. કંપનીએ અત્યાર સુધી દેશમાં 40 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે અને 2030 સુધીમાં વધારાના 35 અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
કંપનીએ જણાવ્યું હતું કે, આ કોર્પોરેટ બિલ્ડિંગ કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી 15 કિલોમીટર દૂર સ્થિત છે. તેને ટીમોને મોટા પાયે એકસાથે લાવવા અને “સહયોગ, લવચીકતા, શિક્ષણ અને સુખાકારી (wellbeing)” ને સક્ષમ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
એમેઝોન ઈન્ડિયાના કન્ટ્રી મેનેજર સમીર કુમારે જણાવ્યું હતું કે, “વર્ષોથી આ શહેર અમારી પ્રારંભિક ટેકનોલોજી અને બિઝનેસ ટીમોનું ઘર રહ્યું છે, અને આજે તે ઈનોવેશન અને ટેલેન્ટ માટેનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે.”
કંપનીએ જણાવ્યું હતું કે આ કેમ્પસ એડેપ્ટેબલ વર્કસ્પેસ અને કોલાબોરેટિવ ઝોન ધરાવે છે, જે મીટિંગ રૂમ, હડલ સ્પેસ, બ્રેકઆઉટ એરિયા અને 200 થી વધુ લોકોની ક્ષમતા ધરાવતા ઇવેન્ટ સ્પેસ સાથેના આત્મનિર્ભર નેબરહુડ તરીકે સંગઠિત છે.
કર્મચારીઓ માટે બાસ્કેટબોલ અને પિકલબોલ કોર્ટ, એમ્ફીથિયેટર, લેન્ડસ્કેપ ગાર્ડન અને આઉટડોર કોમ્યુનિટી સ્પેસ સહિતની સમર્પિત મનોરંજન સુવિધાઓ ઉપલબ્ધ છે. બે માળ પર ફેલાયેલા કેફેટરિયામાં વિવિધ પ્રકારની વૈશ્વિક વાનગીઓ પીરસવામાં આવશે, તેમ આ અમેરિકી ફર્મે જણાવ્યું હતું.
આ પ્રોજેક્ટમાં જવાબદાર મટિરિયલ સોર્સિંગ, ઓફિસની અસ્કયામતોનો પુનઃઉપયોગ અને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતી સિસ્ટમ્સ જેવી વ્યૂહરચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો છે.
