Western Times News

Gujarati News

કંગના રનૌતની મુશ્કેલીમાં વધારોઃ માનહાનિ કેસમાં ૧૦ માર્ચે સુનાવણી

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપની સાંસદ કંગના રનૌત વિરુદ્ધ બદનક્ષી કેસમાં આગામી સુનાવણી હવે ૧૦ માર્ચે ભટિંડા કોર્ટમાં યોજાશે. ભટિંડા કોર્ટમાં વકીલોની હડતાળને કારણે આ કેસની સુનાવણી થઈ શકી નહીં, જેના કારણે આગામી તારીખ નક્કી કરવામાં આવી છે.

ખેડૂત મહિલા બેબે મહિન્દર કૌરના વકીલ રઘબીર સિંહ બહનીવાલે જણાવ્યું કે, આગામી સુનાવણીમાં તેમની તરફથી બે સાક્ષીઓ રજૂ કરવામાં આવશે, જેમાં એક ખેડૂત નેતા પણ સામેલ હશે. આ સાથે, કંગના રનૌતના પાસપોર્ટ સરેન્ડર કરવાની અરજી પર પણ કોર્ટ સુનાવણી કરશે.વકીલ બહનીવાલે કોર્ટમાં કહ્યું કે, તેમને ન્યાયપાલિકા પર પૂરો ભરોસો છે. તેમણે એમ પણ જણાવ્યું કે, બેબે મહિન્દર કૌર અને તેમનો પરિવાર ન્યાય માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે.

નોંધનીય છે કે, આ મામલો દિલ્હીમાં કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે જોડાયેલો છે.દિલ્હીમાં થયેલા ખેડૂત આંદોલન દરમિયાન બઠિન્ડાના ગામ બહાદુરગઢ જંડિયા નિવાસી બેબે મહિન્દર કૌરે અરજી દાખલ કરી હતી.

તેમણે આરોપ લગાવ્યો હતો કે, કંગના રનૌતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની વિરુદ્ધ એક પોસ્ટ મૂકી હતી. કંગના રનૌતે કથિત રીતે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે, આવી મહિલાઓ ૧૦૦-૧૦૦ રૂપિયા લઈને આવા ધરણા પર બેસી જાય છે.

સોશિયલ મીડિયા પર કંગનાની પોસ્ટ, જેમાં તેણે ધરણા પર બેઠેલી મહિલાઓને ૧૦૦ રૂપિયામાં ઉપલબ્ધ ગણાવી હતી.આ ટિપ્પણી પછી બેબે મહિન્દર કૌરે માનહાનિનો કેસ દાખલ કર્યાે હતો. થોડા સમય પહેલા કંગના રનૌતે સુપ્રીમ કોર્ટમાં આ કેસને સમાપ્ત કરવાની અપીલ કરી હતી, પરંતુ સર્વાેચ્ચ અદાલતે તેને અસ્વીકાર કરી દીધો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.