Western Times News

Gujarati News

કેટરિના સુપર હિરો છે, હું એને બહુ પ્રેમ કરું છું: વિકી કૌશલ

મુંબઈ, કેટરિના કૈફ અને વિકી કૌશલ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું અને લોકપ્રિય કપલ છે. તેમણે ૨૦૨૧માં લગ્ન કર્યા હતાં અને ગયા વર્ષે ૭ નવેમ્બરે તેમને ત્યાં એક દિકરાનો જન્મ થયો હતો.

પાછળથી તેમણે તેનાં નામ વિહાન કૌસલની પણ જાહેરાત કરી હતી. જેની સાથે વિકી કૌશલની ૨૦૧૯ની ફિલ્મ ઉરીઃધ સર્જિકલ સ્ટ્રાઇકનાં વિકીના પાત્રને જોડીને તેનાં પર ચર્ચા પણ થઈ હતી, જેમાં તેનું નામ મેજર વિહાન હતું. હવે તેમનો દિકરો ત્રણ મહિનાનો થયો છે અને તાજેતરમાં એક કાર્યક્રમમાં વિકી કૌશલે પિતા બન્યા પછીનાં તેના અનુભવ વિશે વાત કરી હતી.

આ ઇવેન્ટમાં વિકીને પૂછાયું હતું કે નવા પિતા બન્યાં પછી તેને કેવું લાગે છે, તેના જવાબમાં વિકી કૌશલે કહ્યું, “હવે એ ત્રણ મહિનાનો થઈ ગયો છે, બાળક ત્રણ મહિનાનું હોય ત્યારે એક પિતાએ ભાગ્યે જ કશું કરવાનું રહે છે, હું બસ તેને જોઈને ખુશ થવાનું કામ કરું છું અને હું એનાં મોટાં થવાની રાહ જોઉં છું, જેથી હું પણ એના ઉછેરમાં કશુંક પ્રદાન કરી શકું.”

જ્યારે નવી માતા કેટરિના વિશે વાત કરતા વિકીએ કહ્યું, “હાલ તો એની માતા સુપર હિરોની જેમ કામ કરી રહી છે અને પ્રેગનન્સી દરમિયાન તો એ એક યોદ્ધાની જેમ કામ કરતી હતી અને એક માતા તરીકે પણ એક યોદ્ધઆની જેમ કામ કરે છે. મને એના પર અતિશય વધારે ગર્વ છે અને હું એને ખુબ જ પ્રેમ કરું છું.”જો વિકીની ફિલ્મની વાત કરવામાં આવે તો ૨૦૨૫નું વર્ષ એના માટે ખાસ રહ્યું છે, તે પિતા પણ બન્યો અને છાવા સાથે બોક્સ ઓફિસ પર પણ તે છવાયેલો રહ્યો છે.

છત્રપતિ સંભાજી તરીકેનાં તેનાં રોલનાં પણ ઘણા વખાણ થયા હતા. હવે તે તેના સંજુના કાસ્ટાર રણબીર અને રાઝીની કાસ્ટાર આલિયા સાથે ભણસાલીની ‘લવ એન્ડ વાર’માં કામ કરી રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.