Western Times News

Gujarati News

સિદ્ધાંત ચતુર્વેદીની નવી ફિલ્મ અલીજેહ અગ્નિહોત્રી સાથે

મુંબઈ, સિદ્ધાંત ચતુર્વેદની વધુ એક ફિલ્મ મળી છે. વિકાસ બહલ પંજાબી સંગીતના નવા યુગ પર એક રોમાન્ટિક મ્યુઝિકલ ફિલ્મ બનાવી રહ્યો છે. તેમાં સિદ્ધાંત મુખ્ય હિરો હશે.

અલીજેહ અગ્નિહોત્રી તેની હિરોઈન હશે. ૧૯૯૦ના દાયકામાં પંજાબના યુવાનોએ યુકેમાં નવું ફ્યૂઝન મ્યુઝિક રચ્યું હતું. તેના પર આધારિત વાર્તામાં સિદ્ધાંત એક ડ્રમરની ભૂમિકામાં જ્યારે અલીઝેહ એક સિંગરની ભૂમિકામાં હશે. ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી કરાયું નથી. ફિલ્મની પટકથા પુરી થઇ ગઇ છે અને ટૂંક સમયમાં પ્રિ પ્રોડક્શન શરુ કરવામાં આવશે.

ફિલ્મનું શૂટિંગ આ વરસના ઉતરાર્ધમાં શરુ કરાશે. સિદ્ધાંત અને વિકાસ બહર બીજી વખત સાથે ફિલ્મમાં કામ કરશે. આ પહેલા આ જોડીએ ‘દિલકા દરવાજા ખોલના ડા‹લગ’ ફિલ્મમાં કામ કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.