સેડેમેક મેકાટ્રોનિક્સનો IPO બુધવાર, 4 માર્ચ, 2026ના રોજ ખુલશે: પ્રાઇઝ બેન્ડ રૂ. 1,287થી રૂ.1,352
- સેડેમેક મેકાટ્રોનિક્સ લિમિટેડ (SEDEMAC MECHATRONICS LIMITED) (the “Company”)ના પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity Shares”) માટે પ્રાઇઝ બેન્ડ રૂ. 1,287થી રૂ.1,352 નક્કી કરવામાં આવ્યો છે
- એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ – સોમવાર, 02 માર્ચ, 2026
- બિડ/ઓફર ખુલવાની તારીખ – બુધવાર, 04 માર્ચ, 2026 અને બિડ/ઓફર બંધ થવાની તારીખ – શુક્રવાર, 06 માર્ચ, 2026
- બિડ્સ લઘુતમ 11 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 11 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે
- એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડિંગ કરી રહેલા લાયક કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 128નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે
- રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”) ની લિંક – Click here
અમદાવાદ, 27 ફેબ્રુઆરી, 2026 – સેડેમેક મેકાટ્રોનિક્સ લિમિટેડ (SEDEMAC MECHATRONICS LIMITED) (the “Company”) બુધવાર, 04 માર્ચ, 2026ના રોજ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના તેના ઇક્વિટી શેર્સ (“Equity Shares”) ના આઈપીઓ (“Offer”) ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખ કામકાજના એક દિવસ પહેલા એટલે કે સોમવાર, 02 માર્ચ, 2026 છે. બિડ/ઓફર શુક્રવાર, 06 માર્ચ, 2026ના રોજ બંધ થશે.
પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર માટે પ્રાઇઝ બેન્ડ રૂ. 1,287થી રૂ.1,352 નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 11 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 11 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
ઓફરમાં હાલના પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ સેલિંગ શેરધારકો જેમ કે મનીષ શર્મા અને અશ્વિની અમિત દિક્ષીત તથા હાલના રોકાણકાર વેચાણ શેરધારકો જેમ કે એ91 ઇમર્જિંગ ફંડ 2 એલએલપી, એનઆરજેએન ફેમિલી ટ્રસ્ટ (એનટ્રસ્ટ ફેમિલી ઓફિસ લીગલ એન્ડ ટ્રસ્ટશિપ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રતિનિધિત્વ ધરાવતું), એક્સપોનેન્શિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ 2, મેસ પ્રાઇવેટ લિમિટેડ, 360 વન સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ – સિરીઝ 8, 360 વન મોનોપોલિસ્ટિક માર્કેટ ઇન્ટરમીડિયેટરીઝ ફંડ, એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ,
એક્સપોનેન્શિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, સોસાયટી ફોર ઇનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ, સાયરસ જમશેદ ગુઝદે, કેપ્રિ ગ્લોબલ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ, એસવીએસ ટ્રસ્ટ નં. 4, વેંકટેશ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડિંગ કંપની પ્રાઇવેટ લિમિટેડ, હિમાંશુ કાંતિલાલ સંઘવી એચયુએફ, દેવાંગ મહેતા, અતુલ હીરાલાલ શાહ, બકુલ હીરાલાલ શાહ, દેવિનજીત સિંહ, પેરુમલ રામમૂર્તિ શ્રીનિવાસન, ભવ્ય કપૂર અને રાહુલ બાહરી દ્વારા પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 80,43,300 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
આ ઓફરમાં લાયક કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે (એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન) પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના – સુધીના ઇક્વિટી શેર્સની અનામતનો સમાવેશ થાય છે, જેનું મૂલ્ય રૂ. 10.00 મિલિયન સુધીનું (ઓફર પછીની પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલના – ટકા સુધી) થાય છે.
એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડિંગ કરી રહેલા લાયક કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 128નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે. 2007માં આઈઆઈટી બોમ્બેના ચાર એન્જિનિયરો દ્વારા સ્થાપિત સેડેમેક મેકાટ્રોનિક્સ વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતી કંટ્રોલ ટેકનોલોજી કંપની બની ગઈ છે અને ઓટોમોટિવ તથા ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સમાં વારંવાર સ્કેલેબલ, પ્રગતિશીલ નવીનતાઓ પૂરી પાડવા માટે ભારતીય મૂળના જૂજ સપ્લાયર્સમાંની એક છે.
કંપની ભારત, અમેરિકા અને યુરોપમાં મુખ્ય ઓઇએમને કંટ્રોલ-ઇન્ટેન્સિવ ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ્સ (ઈસીયુ) ની અગ્રણી સપ્લાયર છે. સંપૂર્ણ રીતે ઇન-હાઉસ માલિકીની કંટ્રોલ ટેકનોલોજી ક્ષમતાઓ સાથે, સેડેમેક ટુ અને થ્રી વ્હીલર, ઇલેક્ટ્રિક વાહનો અને જનરેટર એપ્લિકેશનો માટે સેવા આપે છે.
વ્યૂહાત્મક રીતે, કંપની કોમર્શિયલ વાહનો અને પાવર ટૂલ્સ સેગમેન્ટમાં વિસ્તરણ કરી રહી છે, સેન્સરલેસ મોટર કંટ્રોલમાં સફળ પ્રૂફ-ઓફ-કન્સેપ્ટ પ્રદર્શનો અને કોમર્શિયલ વાહન પ્લેટફોર્મ માટે ઈસીયુનો ચાલુ વિકાસ તેને વૃદ્ધિના આગામી તબક્કા માટે સ્થાન આપે છે.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા એસસીઆરઆરના નિયમ 19(2)(બી) ના સંદર્ભે કરવામાં આવી રહી છે. ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (1)ના અનુપાલનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે, જેમાં સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 32 (1) મુજબ નેટ ઓફરના મહત્તમ 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”, and such portion, the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને અમારી કંપની સેબી આઈસીડીઆર નિયમનો મુજબ ક્યુઆઈબી કેટેગરીનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (“Anchor Investor Portion”) ને ફાળવી શકે છે, જે પૈકી એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો 40 ટકાનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ્સને નીચે મુજબ અનામત રખાશેઃ (1) 33.33 ટકા સુધીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે અને (2) 6.67 ટકા હિસ્સો લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે ઇક્વિટી શેર્સને જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવ્યા છે તે અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથી માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ કેટેગરી માટેની રિઝર્વ્ડ કેટેગરીમાં કોઇ અંડરસબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવણી કરી શકાય છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ફાળવણી ન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે. આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને (એન્કર ઇન્વેસ્ટર સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે તેમના તરફથી ઇશ્યૂ પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે, જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના પાંચ ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે રહેલા બાકીના ઇક્વિટી શેર્સ તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત નેટ ઓફરના લઘુત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે પૈકી (એ) આવા પોર્શનનો એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાઓ માટે ઉપલબ્ધ રહેશે અને (બી) આવા પોર્શનનો બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000થી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે અનામત રખાશે, એ શરતે કે આ બંને સબ કેટેગરીઝમાંથી ગમે તેમાં અંડરસબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની અન્ય સબ કેટેગરીઝના બિડર્સને ફાળવણી કરી શકાય છે. આ ઉપરાંત, નેટ ઓફરનો લઘુતમ 35 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIBs”) (“Retail Portion”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે તેમના તરફથી ઓફર કિંમત કે તેનાથી વધુના ભાવે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. વધુમાં, એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરનારા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર ફાળવવામાં આવશે, જે ઓફર કિંમત અથવા તેનાથી ઉપર તેમની પાસેથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ આ ઓફરમાં ભાગ લેવાનો રહેશે તથા તેમના સંબંધિત ખાતાની વિગતો (અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડીની વિગતો) પૂરી પાડવાની રહેશે જેમાં સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા સ્પોન્સર બેંકો દ્વારા બિડની સંબંધિત રકમ બ્લોક કરવામાં આવશે.
કંપનીના ઇક્વિટી શેર્સનું બીએસઈ લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) (BSE and NSE together, the Stock Exchanges) પર લિસ્ટિંગ કરવાનો પ્રસ્તાવ છે.
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એવેન્ડસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLM) છે. અહીં વ્યાખ્યા ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.
Disclaimer: SEDEMAC MECHATRONICS LIMITED is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offering of its Equity Shares and has filed the RHP with RoC and the Stock Exchanges on February 25, 2026. The RHP shall be available on the website of SEBI at www.sebi.gov.in, and is available on the websites of the Stock Exchanges i.e. BSE and NSE at www.bseindia.com and www.nseindia.com, respectively, on the website of the Company at www.sedemac.com and the websites of the BRLMs, i.e., ICICI Securities Limited, Avendus Capital Private Limited and Axis Capital Limited at www.icicisecurities.com, www.avendus.com and www.axiscapital.co.in respectively. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, see ‘‘Risk Factors’’ beginning on page 33 of the RHP. Potential investors should not rely on the DRHP filed with SEBI and the Stock Exchanges, and should instead rely on their own examination of our Company and the Offer, including the risks involved, for making any investment decision.
