Western Times News

Gujarati News

મ્યુનિ.ની શિવાલય હાઈટ્‌સ સ્કીમમાં ભાડૂઆતોઃ એક મકાન સીલ, ૧૬ને અંતિમ નોટિસ આપવામાં આવી

પ્રતિકાત્મક

જુદા જુદા ઝોનમાં રોડ ખુલ્લા કરવાની અને પ્લોટનો કબજો લેવાની એસ્ટેટ ખાતાની ઝુંબેશ

(એજન્સી)અમદાવાદ, શહેરની અનેક ખાનગી સોસાયટીઓમાં પીજીનો વિવાદ શમતો નથી તેવી જ રીતે મ્યુનિ.ની આવાસ યોજનાઓમાં મકાન મળ્યા બાદ ભાડે આપીદેવાની ગેરરીતિ પણ બેરોકટોક આચરવામાં આવે છે.

ઉત્તર પશ્ચિમ ઝોનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા એલઆઈજી-૧પ શિવાલય હાઈટ્‌સમાં મકાનો ભાડે અપાતા હોવાની ફરિયાદોના આધારે મ્યુનિ. એસ્ટેટ ખાતાએ ચેકિંગ હાથ ધર્યું હતું

જેમાં ૪૦ મકાનોમાં ચેકિંગ દરમિયાન એક મકાન સીલ કરી દેવાયું હતું અને ૧૬ મકાન માલિકોને અંતિમ નોટિસ તથા એકને કારણ દર્શક નોટિસ પાઠવી હતી. ફકત ૧૧ આવાસમાં મૂળ લાભાર્થી રહેતા હોવાનું જણાયું હતું તેમજ રર આવાસને તાળા મારેલા જણાયા હતા.

ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ ખાતાએ ઘાટલોડિયામાં ૩૦ મીટરના રોડને ખુલ્લો કરવા ચાર દુકાન, ત્રણ પાર્ટ મકાન અને ઓટલા, ક્રોસ વોલ વગેરે દબાણ તોડયા હતા તેવી જ રીતે ગોતામાં રિઝર્વ પ્લોટમાંથી ૩ કાચા શેડ તોડી પ્લોટનો કબજો લેવામાં આવ્યો હતો તેમજ થલતેજમાં શક્તિ એકસાલ્ટ નામની કન્સ્ટ્રકશન સાઈટ ખાતે પર્યાવરણ જાળવણીના નિયમોનો ભંગ જણાતા રપ હજાર રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ ઝોન એસ્ટેટ ખાતાએ ચાંદખેડા વડુ તળાવ તરીકે ઓળખાતી જગ્યાનો કલેકટર તરફથી કબજો મળ્યા બાદ નવ ઢોરવાડા, ૧૬ કાચા મકાનો અને એક ધાર્મિક પ્રકારનું દબાણ ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. આ સ્થળે આવતીકાલે પણ દબાણ હટાવ કામગીરી ચાલુ રખાશે. સાબરમતી વોર્ડમાં અચેર સ્મશાન તરફ જતા ર૪-રપ મીટરના રોડ ઉપરથી આઠ પાકા મકાન, ૧૦ ઝૂપડાં, કમ્પા.ન્ડ વોલ વગેરે તોડીને રોડ ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.