Western Times News

Gujarati News

ફોન પર લોનના નામે છેતરતા ગઠિયાઓ રૂબરૂ આવીને લોકોને છેતરવા લાગ્યા

AI Image

દુકાને આવેલો ગઠિયો ર૦ મિનિટમાં વેપારીના નામે લોન લઈ રફુચક્કર

(એજન્સી)અમદાવાદ, લોન આપવાના નામે ગઠીયાઓ ફોન કરીને બેંક એકાઉન્ટ સહીતની વિગતો મેળવીને ફેક ડોયુકેમન્ટ મોકલીને સાયબર ફોડને અંજામ આપતા હોવાના અસંખ્ય કિસ્સાઓ પ્રકાશમાં આવી ચુકયા છે. પરંતુ અમદાવાદ ગ્રામ્યમાં એક વિચીત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વેપારી સાથે એક ગઠીયાએ રૂબરૂ આવીને સાયબર ફ્રોડ કર્યું હતું.

વેપારીની દુકાને આવેલા ગઠીયાએ વેપારીની મંજુરી ન હોવા છતાં ર૦ જ મિનીટમાં લોન મેળવી લીધી હતી. જે લોનને રકમમાંથી કેટલીક રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. વેપારીએ નજીકની રકમ મેળવી હોવા છતાં આ લોનનો હપ્તો ભરતા હતા.

જેથી બાદમાં આ સાયબર ફ્રોડ હોવાની જાણ થતાં વેપારીએ કણભા પોલીસને ફરીયાદ આપતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. મુળ રાજસ્થાનના ૪પ વર્ષીય વેપારી કુબડથલ ગામમાં કરીયાણાની દુકાન ધરાવે છે. થોડા દિવસો પહેલા વેપારી દુકાને હતા. ત્યારે એક માણસ દુકાને આવ્યો હતો. આ શખ્સે વેપારીને લોન લેવાનું કહેતાં વેપારીએ મનાઈ કરી હતી. છતાંય વાતોમાં ભેળવીને ગઠીયાએ સીબીલ સ્કોર ચેક કરવાના બહાને વેપારીનો ફોન મેળવી લીધો હતો.

બાદમાં તેણે આધારકાર્ડ અને પાનકાર્ડ પણ મેળવી લીધું હતું. આ ગઠીયાએ પોતાનું નામ જતીન મકવાણા જણાવ્યું હતું અને વેપારીને ર૦ જ મીનીટમાં ફોન પરત આપી દીધો હતો. જે બાદ ગઠિયાએ ૧ લાખની લોન લીધી હોવાનું કહીને વેપારીના ખાતામાં નાણાં આવી ગયા હોવાનો પુરાવો બતાવીને નીકળી ગયો અને વેપારીના ખાતામાંથી રોજ ૬પ૭ રૂ.નો હપ્તો પણ કપાતો હતો.

ચોકાવનારી વાત એ છેકે, આ ગઠીયો બે માસ બાદ પરત આવ્યો હતો અને લોન આપવાની વાત કરીહતી. આ ઘટના ઘટયા બાદ વેપારીને એક માસ બાદ તપાસ કરી તો તેમના ખાતામાંથી રૂ.પ૮૪પનો હપ્તો કપાતો હતો. જેથી બેકમાં તપાસ કરતા ગઠીયાએ ફોનની દુરુપયોગ કરીને ૧.૯૦ લાખની લોન લઈને એક લાખ આપી પોતે ૯૦ હજાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હોવાનું સામે આવ્યું હતું.

આટલું જ નહી ૪૦ હજારની બીજી લોન લઈને પોતાના ખાતામાં આ રકમ મેળવી લીધી હતી. જેથી વેપારીએ સાયબર હેલ્પલાઈનમાં ફોન કરીને એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધા હતા. જે બાદ પોલીસે કુલ ૧.૩૦ લાખની છેતરપીડી મામલે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.