Western Times News

Gujarati News

મહિલા દિવસે જ અંકલેશ્વરમાં મહિલા સાડા ત્રણ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ

પ્રતિકાત્મક

અંકલેશ્વર, ભરૂચ એસ.ઓ.જી.એ અંકલેશ્વરના મંગલદીપ સોસાયટીમાંથી એક મહિલાને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી છે. પોલીસે મહિલા પાસેથી ૩.૪૪૬ કિલોગ્રામ ગાંજો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૧.૭૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે.

મહિલા દિવસે જ અંકલેશ્વરમાં મહિલા ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ હતી.જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની “નો ડ્રગ્સ ઇન ભરૂચ” ઝુંબેશ અંતર્ગત તમામ અધિકારીઓને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

આ સૂચનાના આધારે ભરૂચ એસ.ઓ.જી. સક્રિય બની હતી.એસ.ઓ.જી. પી.આઈ. ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં રહેતી સોની કુમારી મુકેશ મંડલ પોતાના ઘરે ગાંજો સંતાડી રાખે છે.

આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ૩.૪૪૬ કિલોગ્રામ ગાંજો, જેની કિંમત અંદાજે રૂ.૧.૭૨ લાખ છે, તે ઉપરાંત એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યાે હતો. આમ કુલ રૂ.૧.૭૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.પોલીસે સોની કુમારી મુકેશ મંડલની ધરપકડ કરી છે. આ કેસમાં ઓડિશાના એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ ચાલી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.