Western Times News

Gujarati News

સગીરાને ભગાડી જઈ દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની સજા

મહેસાણા, સતલાસણા પંથકની સગીરાને ભગાડી જઈ અવારનવાર દુષ્કર્મ આચરવાના ગુનાના આરોપીને વિસનગરના સ્પે. પોક્સો જજે ૨૦ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.૨૪ હજાર દંડ ફટકાર્યાે હતો.ખેરાલુ તાલુકાના મલેકપુરનો રાહુલજી પોપટજી ઠાકોર ગત તા. ૨૩-૨-૨૫ના રોજ સતલાસણા પંથકની એક સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો.

રાહુલજીએ સગીરાને નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના એક ફળીયામાં ઝૂંપડીમાં રાખીને તેણી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે સગીરાનાં માતાએ સતલાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી રાહુલજી પોપટજી ઠાકોર સામે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તા.૨૭-૩-૨૫ રોજ તેની અટક કરી હતી.

આ કેસમાં સરકારી વકીલ અશોક એસ. મકવાણાએ કોર્ટમાં સાક્ષીઓ તપાસીને વિવિધ દસ્તાવેજી પુરાવા રજૂ કરી આરોપીને મહત્તમ સજા કરવાની દલીલો કરી હતી. જે પુરાવા અને દલીલો ગ્રાહ્ય રાખી વિસનગરના સ્પેશિયલ પોક્સો જજ એન.એસ.સિદ્દીકીએ આરોપી રાહુલજી પોપટજી ઠાકોરને ભારતીય ન્યાય સંહિતા તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ કુલ ૨૦ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.૨૪ હજારનો દંડ ફટકાર્યાે હતો. ઉપરાંત ભોગ બનનાર સગીરાને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળમાંથી રૂ.૩ લાખ વળતર અપાવવાનો આદેશ પણ કર્યાે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.