Western Times News

Gujarati News

ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા શંકાસ્પદ ઘીનો ૯૨૦ લિટર જથ્થો જપ્ત

ડીસા , બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેરમાં હીરા બજાર વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી રેડ પાડી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડીસાના હીરા બજારમાં બી.એમ. દોશી કોમ્પ્લેક્સમાં આવેલા નિકુંજકુમાર વિનોદભાઈ બાંડીવાલાના ગોડાઉન પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ‘હાસ્ય’ બ્રાન્ડ સહિત અલગ-અલગ માર્કાના પેકિંગમાં શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. ફૂડ વિભાગે આ તમામ ઘીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે અને અંદાજે ૯૨૯ કિલો શંકાસ્પદ ઘી કિં.રૂ. ૬,૧૪,૯૯૫નો જથ્થો સીઝ કર્યાે છે.

આ ઉપરાંત, અંદાજે ૧.૪૦ લાખની કિંમતનું ઘી એક્સપાયર થઈ ગયું હોવાનું જણાતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. કુલ મળીને રૂ. ૬.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જો ઘીના સેમ્પલ ફેઈલ આવશે તો વેપારી સામે કડક કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

સામાન્ય રીતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જ્યારે કોઈ મોટી કાર્યવાહી કરે ત્યારે મીડિયાને સાથે રાખે અથવા તુરંત જ જાણકારી આપતું હોય છે અથવા વિગતો જાહેર કરતું હોય છે. પરંતુ આ કેસમાં અધિકારીઓ દ્વારા બીજા દિવસે પણ માહિતી આપવામાં ભારે આનાકાની અને ઠાગાઠૈયા કરવામાં આવ્યા હતા.

સચોટ વિગતો ન આપતા અને સમગ્ર પ્રકરણ પર પડદો પાડવાની કોશીશ થતી હોય કે આ કાર્યવાહીમાં કોઈની મીઠી નજર હેઠળ ગોઠવણ થઈ રહી હોય તેવી શંકા સેવાઈ રહી છે. જેથી આ મામલે જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ દખલગીરી કરી સત્ય બહાર લાવે તેવી માંગ ઉઠી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.