Western Times News

Gujarati News

દેશમાં LPGનો પૂરતો જથ્થો, પેનિક બૂકિંગ ના કરો: IOC

નવી દિલ્હી, પશ્ચિમ એશિયાના યુદ્ધને પગલે વિશ્વમાં સર્જાયેલાં ઉર્જા સંકટ છતાં દેશમાં એલપીજીનો પુરતો જથ્થો હોવાનો દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પાેરેશન (આઈઓસી)એ પુનરોચ્ચાર કર્યાે છે.

આ સાથે જ કંપનીએ લોકોને ગભરાટમાં આવીને બીનજરૂરી બુકિંગ કરાવવા કે એલપીજીનો સ્ટોક નહીં કરવાની પણ અપીલ કરી હતી. સ્થાનિક સ્તરે એલપીજી વિના અવરોધે ઉપલબ્ધ બનાવવાને પોતાની સર્વાેચ્ચ પ્રાથમિકતા ગણાવતાં આઈઓસીએ જણાવ્યું હતું કે, હાલમાં તે દૈનિક ૨૮ લાખ એલપીજી સિલિન્ડર્સની ડિલિવરી કરે છે.

જે વર્તમાન કટોકટી પૂર્વેના સ્તરે છે. ૮૭ ટકા રિફિલ બૂકિંગ્સ ડિજિટલ પ્લેટફોર્મ્સના માધ્યમથી અને ડિલિવરી ઓટીપી આધારિત સિસ્ટમથી કરાય છે જેથી યોગ્ય વ્યક્તિને સિલિન્ડર મળી રહે તે સુનિશ્ચિત કરી શકાય. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતનો એલપીજીનો પુરવઠો સ્થિર, પૂરતો અને સંપૂર્ણ નિયમન હેઠળ છે.

કંપનીએ ગ્રાહકોને એસએમએસ, આઈવીઆરએસ જેવા ડિજિટલ માધ્યમોથી રિફિલ બૂકિંગ કરાવાની અપીલ કરી હતી. સોશિયલ મીડિયા પર ગ્રાહકો દ્વારા વ્યક્ત કરાતી ચિંતાઓ પ્રત્યે પણ કંપની પૂરતું ધ્યાન આપી તેના સમાધાનના પ્રયાસો કરી રહી છે. એલપીજીના વિતરકો દ્વારા કરાતી ગેરરીતિઓ અને કાળા બજાર અંગે પણ કંપની આક્રમક પગલાં લઈ રહી છે. અત્યાર સુધીમાં કંપનીએ ૭,૫૦૦ જેટલી તપાસ હાથ ધરી ૧૪૧ વિતરકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જે પૈકીના પાંચના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.