Western Times News

Gujarati News

સની દેઓલની ‘લાહોર ૧૯૪૭’નું નામ બદલીને ‘બટવારા ૧૯૪૭’ કરાયું

ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરાયો

ફિલ્મ આમિર ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને રાજકુમાર સંતોષી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે

મુંબઈ, સની દેઓલે તેની ઐતિહાસિક વિષયની વધુ એક ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરી દીધો છે. હવે તેનું નામ ‘બટવારા ૧૯૪૭’ કરવામાં આવ્યું છે, જે પહેલાં ‘લાહોર ૧૯૪૭’ હતું. ૯ જુને આ ફિલ્મના ફર્સ્ટ લૂક સાથે ફિલ્મની ઓફિશીયલ જાહેરાત કરવામાં આવી છે. તેમાં એક વીડિયો ટીઝરથી દેશના ભાગલા વખતની સ્થિતિની ઝલક મળે છે. આ ફિલ્મ ૧૪ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે, આ ફિલ્મ આમિર ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને રાજકુમાર સંતોષી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. બોલિવૂડના તાજેતરના ઇતિહાસમાં આ સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ ગણવામાં આવી રહી છે, જેમાં ઇન્ડસ્ટ્રીના જાણીતા નામો જોડાયેલાં છે.

વીડિયો ટીઝરમાં ભાગલાના સમયની હિંસા, સ્થળાંતર અને કપરી પરિસ્થિતિમાં જીવસટોસટના સંઘર્ષની ઝલક મળે છે. એક પોસ્ટરમાં સની દેઓલ હાથમાં મષાલ લઇને જોવા મળે છે અને સાથે જ તેની સાથે તે પ્રિટી ઝીંટા અને કરણ દેઓલની કાળજી લેતો પણ જોવા મળે છે. પોસ્ટર પરથી ખ્યાલ આવે છે કે તેઓ ભાગલા વખતે કોઈ મુશ્કેલ સ્થિતિમાં અનિશ્ચિતતાઓ વચ્ચે ફસાયેલા છે. અન્ય એક પોસ્ટરમાં સની દેઓલ અંધાધુંધી વચ્ચેથી દોડતો જોવા મળે છે. આ પહેલાં સની દેઓલ અને રાજકુમાર સંતોષી ઘાયલ, દામિની અને ઘાતક જેવી સફળ ફિલ્મો આપી ચુક્યા છે.

તેથી તેમની આ ફિલ્મ પાસે પણ ઘણી અપેક્ષાઓ છે. આ ફિલ્મમાં લાંબા સમય પછી પ્રિટી ઝીંટા જોવા મળે છે, જે સની દેઓલ સાથે લીડ રોલમાં જોવા મળશે. તેણે આ ફિલ્મને પહેલાં તેનાં કૅરિઅરની સૌથી વધુ અઘરી ફિલ્મ ગણાવી હતી. તેમનાં સિવાય આ ફિલ્મમાં શબાના આઝમી, અલી ફઝલ અને અભિમન્યુ સિંઘ પણ મહત્વના રોલમાં જોવા મળશે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.