Western Times News

Gujarati News

સરકારે ઝીરો કરી એક્સસાઇઝ ડ્યુટી કરી ઇથેનોલ બ્લેન્ડ પેટ્રોલ પર

નવી દિલ્હી, ઈરાન યુદ્ધના કારણે પશ્ચિમ એશિયામાં સ્થિતિ સામાન્ય રહી નથી. એનર્જી કોરિડોર તરીકે ઓળખાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી એલપીજી, પેટ્રોલ અને ડીઝલ ભરેલા જહાજોની અવરજવર લગભગ ઠપ થઈ ગઈ છે. India scraps excise duty on petrol with 22% to 30% ethanol.

આની અસર એશિયાથી લઈને યુરોપ સુધીના દેશો પર પડી રહી છે. ઘણા દેશોમાં તો એનર્જી ક્રાઈસિસ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટી (કેન્દ્રીય ઉત્પાદક શુલ્ક) ને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. સરકારના આ નિર્ણયથી ગ્રાહકોથી લઈને તેલ કંપનીઓ અને સામાન્ય ખેડૂતોને પણ મોટો ફાયદો થવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે, સરકારે ઇથેનોલ મિક્સ પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીને એવા સમયે ખતમ અથવા શૂન્ય કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે ઈરાન યુદ્ધના કારણે એનર્જી કોરિડોર તરીકે પ્રખ્યાત હોર્મુઝ સ્ટ્રેટમાંથી ગેસની સાથે જ પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખોરવાયો છે.

આવી સ્થિતિમાં, એનર્જી સિક્્યોરિટીને (ઉર્જા સુરક્ષાને) લઈને નવી નીતિ અપનાવવામાં આવી રહી છે, જેથી દેશની ઉર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરી શકાય. મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકારે પેટ્રોલમાં વધુ માત્રામાં ઇથેનોલ બ્લેન્ડિંગને (મિશ્રણને) પ્રોત્સાહન આપવાની દિશામાં મોટું પગલું ભરતા ૨૨ ટકાથી લઈને ૩૦ ટકા સુધીના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પર કેન્દ્રીય ઉત્પાદક શુલ્ક અને કેટલાક અન્ય સેસ એટલે કે ઉપકરમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે સરકારે ગેઝેટ નોટિફિકેશન (રાજપત્ર) પણ જાહેર કરી દીધું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.