Western Times News

Gujarati News

એક વસાહતમાં ઘૂસી જઈને બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યોઃ 12 મોત

પ્રતિકાત્મક

વિશ્વના સૌથી ઊંચા હત્યાદર ધરાવતા દેશોમાં દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે, જેના કારણે આવી ઘટનાઓ સતત ચિંતાનો વિષય બની રહી છે-જોહાનિસબર્ગમાં બંદૂકધારીઓના આડેધડ ફાયરિંગમાં 12 લોકોનાં મોત

જોહાનિસબર્ગ,  દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ શહેરની પૂર્વમાં આવેલા ક્લીવલેન્ડ વિસ્તારની એક વસાહતમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતા ઓછામાં ઓછા ૧૨ લોકોનાં મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય નવ લોકો ઘાયલ થયા હતા.

દક્ષિણ આફ્રિકાની પોલીસ સર્વિસે જણાવ્યું કે, મંગળવારે મોડી રાત્રે લગભગ ૧૧ઃ૧૦ વાગ્યે વસાહતમાં ગોળીબાર થયાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં તેમને વસાહતના વિવિધ સ્થળોએ અનેક પીડિતો મળ્યા હતા.

ઘટનાસ્થળે આઠ પુરુષો અને ત્રણ મહિલાઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે એક અન્ય ઘાયલ વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ૧૦થી વધુ શંકાસ્પદ હુમલાખોરો એક સફેદ રંગના ટોયોટા ક્વોન્ટમ વાહનમાં બેસીને વસાહત નજીક આવ્યા હતા. હુમલાખોરો બે અલગ-અલગ પ્રવેશમાર્ગાેથી વસાહતમાં ઘૂસ્યા હતા અને રહેવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યાે હતો.

ત્યારબાદ તેઓ એ જ વાહનમાં ફરાર થઈ ગયા હતા.પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એવું માનવામાં આવે છે કે ૧૦થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓને ક્લીવલેન્ડ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ નજીક સફેદ ટોયોટા ક્વોન્ટમ વાહન દ્વારા ઉતારવામાં આવ્યા હતા.” આ હુમલા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

પોલીસે આરોપીઓની શોધખોળ માટે વ્યાપક અભિયાન શરૂ કર્યું છે અને નાગરિકોને કોઈપણ માહિતી હોય તો આગળ આવવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આળિકા આજે પણ હિંસક ગુનાઓની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. વિશ્વના સૌથી ઊંચા હત્યાદર ધરાવતા દેશોમાં તેનો સમાવેશ થાય છે, જેના કારણે આવી ઘટનાઓ સતત ચિંતાનો વિષય બની રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.