Western Times News

Gujarati News

ચાંદલોડિયામાં ટીપી રોડને ખુલ્લો કરવા ૧૮ કાચા-પાકા મકાનો તોડાયાં

રાયપુર દરવાજાથી કાંકરિયા તરફનો રોડ પહોળો થશેઃ ૪૧ મિલકત કપાશે

(એજન્સી)અમદાવાદ, શહેરમાં વધતી જતી ટ્રાફીક સમસ્યાને હલ કરવા માટે મ્યુનિ.એ. બ્રિજ બનાવાવની સાથે રોડ પહોળા કરવાની ઝુંબેશ હાથ ધરી છે. તે અંતર્ગત વર્ષોથી અટકેલી રાયપુર દરવાજાથી કાંકરીયા તરફના રોડને પહોળો કરવાની કાર્યવાહી હવે ટુંક સમયમાં અમલમાં મુકાવા જઈ રહી છે. અને રોડ પહોળો કરવા માટે ૪૧ મીલકતો ઓછાવત્તા અંશે કપાતમાં જશે.

મ્યુનિ. એસ્ટેટ ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર રાયપુર-દરવાજાથી પારસી અગિયારી સુધીનો બંને બાજુનો રોડ વિવિધ પ્રકારના દબાણો તેમજ કાયદેસર મિલકતોના કારણે સાંકડો બની ગયો છે.

આ રોડ પહોળો કરવા માટે છેલ્લા કેટલાય સમયથી વાતો થાય છે છેલ્લે ૩૦ જુલાઈ ર૦રપમાં કમીશ્નરે સૈધાતીક મંજુરી આપી હતી. અને તેના આધારે નવેમ્બરમાં સ્ટે.કમીટી તથા બોર્ડમાં પણ દરખાસ્ત મંજુર થઈ ગઈ હતી. પંરતુ કોઈને કોઈ કારણસર તેનો અમલ થઈ શકયો નથી.

હવે આ રોડ પહોળો કરવા માટે સ્ટે.કમીટીમાં દરખાસ્ત રજુ કરવામાં આવી રહી છે. જેમાં જણાવાયું છે કે આ રોડ પહોળો કરવા માટે કુલ ૪૧ મિલકત કપાતમાં જશે. જેમાં ૩૪ કોર્મશીયલ છ રહેણાંક અને એક ધાર્મિક પ્રકારની મિલકતનો સમાવેશ થાય છે. જો મિલકત કાયદેસર હવે તેને વળતર સ્વરૂપે ટીડીઆર અપાશે કે બીજી કોઈ વ્યવસ્થા કરાશે તે હજુ નકકી થયું નથી.

બીજી બાજુ ઉત્તર પશ્ચિમ ઝોનનાં ચાંદલોડીયા વિસ્તારમાં પણ શકિત વિધાલયથી આદર્શ બોર્ડ તરફ જતા ૧ર મીટરના રોડ પરના મકાનોને ટીપી સ્કીમ અંતર્ગત નોટીસ અપાયા બાદ ૧૮ કાચાપાકા મકાનો ઓટલા અને કમ્પાઉન્ડ વોલ વગેરે દુર કરી રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.