અમલમાં આવશે India-UK FTA: સ્કોચ વ્હિસ્કી, લક્ઝરી કાર અને બ્રાન્ડેડ કપડાં સસ્તા થશે
-
ભારત-બ્રિટન ઐતિહાસિક કરારથી આ ૨૦થી વધુ સેક્ટરના ટેક્સ થઈ જશે શૂન્ય, જુઓ આખી લિસ્ટ
-
PM મોદીની મોટી જાહેરાત: ભારત-UK ડીલથી ૨૦૩૦ સુધીમાં વેપાર થશે $120 બિલિયન, રોજગારીની નવી તકો ખુલશે
ભારત અને યુકે વચ્ચે વર્ષ પહેલા થયેલી મુક્ત વેપાર સંધિનો અમલ થશે -આ સમજૂતિથી ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો થઈને ૧૨૦ બિલિયન ડોલર સુધી પહોંચે તેવી સંભાવના
નવી દિલ્હી, ભારતના લોકો માટે એક સારા સમાચાર છે. ભારત અને બ્રિટને ઐતિહાસિક મુક્ત વેપાર સંધિ લાગૂ થવાની તારીખની જાહેરાત કરી નાખી છે. આગામી મહિને એટલે કે જુલાઈની ૧૫ તારીખથી તે પ્રભાવી થશે.
એફટીએ લાગૂ થવાની સાથે જ આયાત નિકાસ થતા સામાન પર ભારે ટેરિફ કાપની અસર પણ જોવા મળશે. આ સમજૂતિ હેઠળ ભારતમાં સ્કોચ Âવ્હસ્કી અને જિન પર લાગતો ટેરિફ ૧૫૦ ટકાથી ઘટીને ૭૫ ટકા થશે આ સાથે જ એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે લોંગટર્મમાં આ કરારથી દ્વિપક્ષીય વેપારમાં દર વર્ષે ૨૫.૫ અબજ પાઉન્ડનો વધારો થશે. બંને દેશોએ આ એફટીએની જાહેરાત કરતા કહ્યું કે દ્વિપક્ષીય આર્થિક સંબંધો માટે આ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પીએમ મોદીએ કહ્યું કે ઈન્ડિયા અને યુકે સંબંધો માટે આ એક ઐતિહાસિક ઉપલÂબ્ધ છે. મને ખુબ ખુશી છે કે વેપાર સમજૂતિ ૧૫ જુલાઈ ૨૦૨૬થી લાગૂ થશે. આ સમજૂતિ અમારા દ્વિપક્ષીય વેપાર અને રોકાણને મહત્વપૂર્ણ રીતે આગળ વધારશે. તેનાથી ખેડૂતો, શ્રમિકો, એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ માટે અનેક તકો ખુલશે અને વિક્સિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને સાકાર કરવામાં મોટું યોગદાન મળશે.
બ્રિટિશ સરકાર દ્વારા કહેવાયું છે કે ભારત અને બ્રિટનના વ્યવસાયોને આ સમજૂતિ લાગૂ કરવાની તૈયારી માટે ૨૮ દિવસનો સમય અપાયો છે. ત્યારબાદ તેઓ નવી શરતો હેઠળ વેપાર કરી શકશે. બ્રિટિશ અનુમાનો મુજબ આ સમજૂતિથી બ્રિટનની અર્થવ્યવસ્થામાં ૪.૮ અબજ પાઉન્ડનો વધારો થશે અને વાસ્તવિક પગારમાં ૨.૨ અબજ પાઉન્ડનો વધારો જોવા મળશે.
લંડન આ સમજૂતિને ભારત દ્વારા અત્યાર સુધીમાં લાગૂ કરાયેલી સૌથી મોટી વ્યાપક વેપાર સમજૂતિ ગણાવી રહ્યું છે. આ સંધિ લાગૂ થયા બાદ ભારતના ૯૯ ટકા સામાનને બ્રિટનમાં ટેક્સ ફ્રી એન્ટ્રી મળશે જ્યારે યુકેના ૯૯ ટકા સામાનની ભારતમાં આયાત ૩ ટકા એવરેજ ટેરિફ દરથી થશે.

અત્રે જણાવવાનું કે વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ અને બ્રિટિશ વેપાર મંત્રી જોનાથન રેનોલ્ડ્સે પીએમ મોદી અને તેમના યુકે સમકક્ષ કીર સ્ટાર્મરની હાજરીમાં આ સંધિ પર ૨૪ જુલાઈ ૨૦૨૫ના રોજ સહી કરી હતી. આ ડીલ બાદ ભારતમાં બ્રિટિશ કારો, પ્રીમિયમ સ્કોચ Âવ્હસ્કી, બ્રાન્ડેડ કપડાં અને ફૂટવેર સસ્તા થઈ જશે.
ભારતમાં કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે? ઃ Âવ્હસ્કી અને જિન ઃ- આ સમજૂતિ હેઠળ ભારતમાં સ્કોચ Âવ્હસ્કી અને જિન પર લાગતો ટેરિફ ૧૫૦ ટકાથી ઘટીને ૭૫ ટકા થશે ત્યારબાદ સમજૂતિના દસમા વર્ષ સુધી તે ઘટીને ૪૦ ટકા થઈ જશે. દાખલા તરીકે ૫૦૦૦ રૂપિયાની સ્કોચ બોટલ ૩૫૦૦ રૂપિયામાં મળશે.
લક્ઝરી કારો ઃ- યુકેની કારો ( જેમ કે જગુઆર લેન્ડ રોવર, રોલ્સ રોયસ) પર ટેરિફ ૧૦૦ ટકાથી કોટા સિસ્ટમ હેઠળ ૧૦ ટકા સુધી કરવામાં આવશે. જેનાથી આ કારો ૨૦-૩૦ ટકા સસ્તી થઈ શકે છે.
ખાદ્ય પદાર્થો અને પીણા ઃ- યુકેથી આયાત થનારા સેલ્મન, લેમ્બ, ચોકલેટ, બિÂસ્કટ અને સોફ્ટ ડ્રિંક્સ પર ટેરિફ ઘટશે અને આ ઉત્પાદનો સસ્તા થશે.
કોસ્મેટિક્સ અને મેડિકલ ડિવાઈસ ઃ- યુકેના કોસ્મેટિક્સ, મેડિકલ ઉપકરણો, અને એરોસ્પેસ પાર્ટ્સ પર ટેરિફ ઘટવાથી સસ્તા થશે. ટેરિફ ૧૫ ટકાથી ઘટીને ૩ ટકા થશે.
ફેશન અને કપડા ઃ- બ્રિટનથી આવતા બ્રાન્ડેડ કપડાં, ફેશન પ્રોડક્ટ્સ, હોમવેર પણ સસ્તા થશે. જ્યારે ફર્નીચર, ઈલેક્ટ્રોનિક્સ પણ ઓછા ભાવે મળશે.
ભારતના કયા સેક્ટરોને ફાયદો થશે ઃ- ભારતના ટેક્સટાઈલ સેક્ટર, ઘરેણા અને ચામડા સેક્ટર, એન્જિનિયરિંગ સામાન અને ઓટો પાર્ટ્સ, દવાઓ અને મેડિકલ ડિવાઈસ, ખાણી પીણીનો સામાન, ચા, મસાલા અને સમુદ્રી પ્રોડક્ટ્સ, કેમિકલ્સ અને સ્પેશિયાલિટી મટિરિયલ્સ, ગ્રીન એનર્જી અને ક્લીનટેક સેક્ટરોને ફાયદો થશે.
પ્રોસેસ ફૂડ પર પહેલા ૭૦ ટકા ટેરિફ લાગતો હતો હવે શૂન્ય ટેરિફ,
જ્યારે વેજિટેબલ ઓઈલ પર ૨૦ ટકા, ટ્રાન્સપોર્ટ-ઓટો પર ૧૮ ટકા, લેધર/ફૂટવેર પર ૧૬ ટકા, ઈલેકટ્રિકલ મશીનરી પર ૧૪ ટકા, ગ્લાસ/સિરામિક/હૈઝર પર ૧૨ ટકા, ટેક્સટાઈલ/ક્લોધિંગ પર ૧૨ ટકા, લાકડી/પેપર પર ૧૦ ટકા, બેસ મેટલ પર ૧૦ ટકા, મિકેનિકલ મશીનરી પર ૮ ટકા, મિનરલ્સ/કેમિકલ્સ પર ૮ ટકા, પ્લાસ્ટિક / રબર પર ૬ ટકા, ઈન્સ્ટ‰મેન્ટસ/ઘડિયાળ પર ૬ ટકા, રત્નો અને જ્વેલરી પર ૪ ટકા, ફર્નીચર/ખેલનો સામાન વગેરે પર ૪ ટકા, હથિયાર પર ૨ ટકા ટેરિફ હ્લ્છ પહેલા લાગતો હતો અને હવે આ તમામ પ્રોડક્ટ્સ પર શૂન્ય ટેરિફ લાગશે એટલે કે કોઈ ટેરિફ નહીં.
