Western Times News

Gujarati News

૧૭ રાજ્યોમાં ૧૨ કલાકમાં વરસાદ-વાવાઝોડાનું ઍલર્ટ

File Photo

હવામાન વિભાગે ૧૯ જૂને ૧૭ રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાનું ઍલર્ટ જાહેર કર્યું

નવી દિલ્હી,  ચોમાસાએ ફરી એકવાર ગતિ પકડી લીધી છે, અને ઝારખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે ૧૨ કલાકની અંદર દેશના ૧૭ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે.

આ સમયગાળા દરમિયાન ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે આવતીકાલે એટલે કે ૧૯ જૂને ૧૭ રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાનું ઍલર્ટ જાહેર કર્યું છે. ૈંસ્ડ્ઢ(હવામાન વિભાગ)ના પૂર્વાનુમાન મુજબ, આ અઠવાડિયે ઉત્તર-પૂર્વ ભારત અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમના લોકોની મુશ્કેલીઓ વધવાની છે, કારણ કે અહીં ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલીક જગ્યાએ વીજળી પડવાની પણ આશંકા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઉત્તરીય સરહદ હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, કોરાપુટ, ફૂલબની, રાંચી, જમુઈ અને મુઝફ્ફરપુર પરથી પસાર થઈ રહી છે. આગામી ૪-૫ દિવસ દરમિયાન તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક વધુ ભાગોમાં તેમજ છત્તીસગઢના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ છે.

બિહાર, ઝારખંડ, ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે તેજ પવન ફૂંકાવાની શક્્યતા છે. આ દરમિયાન ઘણા વિસ્તારોમાં ૭૦થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે ઉત્તર-પૂર્વ ભારતના અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ૧૯થી ૨૪ જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.

આસામ અને મેઘાલયમાં ૧૯થી ૨૨ જૂન દરમિયાન અત્યંત ભારે દિલ્હીમાં વાવાઝોડા-વરસાદની સંભાવના (૧૯-૨૧ જૂન)ઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આવતીકાલે એટલે કે ૧૯ જૂને આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. સવારે અથવા બપોરે હળવા વરસાદ સાથે વાવાઝોડું આવવાની શક્્યતા છે. આ દરમિયાન પવનની ગતિ ૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સાથે શુક્રવારે તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જ્યારે ૨૦ અને ૨૧ જૂને પણ ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું આવવાની શક્્યતા છે. ૨૦ જૂનથી તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે.

ઉત્તર પ્રદેશમાં હીટવેવ(લૂ)નું ઍલર્ટ (૧૯-૨૨ જૂન)ઃ મેરઠ, બિજનૌર, બરેલી, શાહજહાંપુર, બદાયું, પીલીભીત, હરદોઈ, સીતાપુર, બહરાઈચ, બારાબંકી, કાનપુર દેહાત, લખનૌ, બલરામપુર, ગોંડા, ઉન્નાવ, હમીરપુર, મહોબા, ચિત્રકૂટ, કૌશામ્બી, પ્રયાગરાજ, વારાણસી, ગાઝીપુર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે ૧૯ જૂને હીટવેવનું ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે પૂર્વીય યુપી અને પશ્ચિમી યુપીમાં ૧૯થી ૨૪ જૂન સુધી લૂની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પણ થઈ શકે છે.

બિહારમાં વાવાઝોડા અને વરસાદનું ઍલર્ટ (૧૯-૨૨ જૂન)ઃ પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, સિવાન, સારણ, પૂર્વ ચંપારણ, બાંકા, કટિહાર, મુંગેર, જમુઈ, બેગુસરાય, નાલંદા, શેખપુરા, નવાદા, ગયા, પટના સહિત ઘણા જિલ્લાઓમાં હવામાન વિભાગે ૧૯ જૂને ગાજવીજ સાથે વરસાદનું ઍલર્ટ આપ્યું છે. જ્યારે સમસ્તીપુરમાં ભારે વરસાદનું ઍલર્ટ છે. પૂર્વાનુમાન મુજબ, ગાજવીજ સાથે વાવાઝોડા અને વરસાદનો આ સિલસિલો રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ૨૨ જૂન સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ૬૦ થી ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે.

ગાજવીજ સાથે મુશળધાર વરસાદનું ઍલર્ટ (૧૯-૨૨ જૂન)ઃ ૈંસ્ડ્ઢ એ હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં ૧૯ જૂને મુશળધાર વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શિમલા, મંડી અને કુલ્લુમાં આવતીકાલે મુશળધાર વરસાદ પડી શકે છે. જ્યારે ચંબા અને કાંગડામાં પણ વરસાદનું યલો ઍલર્ટ જાહેર કરાયું છે. ૧૯થી ૨૨ જૂન દરમિયાન રાજ્યમાં વાવાઝોડા અને કરા સાથે વરસાદ થવાના સંકેત છે.

કરા પડવાનું ઍલર્ટ (૧૯ થી ૨૨ જૂન)ઃ રુદ્રપ્રયાગ, ચમોલી, પિથોરાગઢ, અલ્મોડા, બાગેશ્વર, નૈનીતાલ, ચંપાવતમાં હવામાન વિભાગે વાવાઝોડા અને વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. ૈંસ્ડ્ઢના જણાવ્યા અનુસાર, પહાડી વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ શકે છે, અને ૧૯થી ૨૪ જૂન સુધી છૂટોછવાયો વરસાદ ચાલુ રહી શકે છે.

વાવાઝોડા-વરસાદનું ઍલર્ટ (૧૯-૨૨ જૂન)ઃ પઠાણકોટ, હોશિયારપુર, મુક્તસર, ભટિંડા સહિત પંજાબના જિલ્લાઓમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. પૂર્વાનુમાન મુજબ, છૂટાછવાયા વરસાદનો આ રાઉન્ડ ૨૨ જૂન સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ૪૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડા-વરસાદનું ઍલર્ટ (૧૯-૨૨ જૂન)ઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓડિશામાં ૧૯ અને ૨૦ જૂને વરસાદ પડી શકે છે. ૧૯ જૂને ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. જ્યારે ૨૦થી ૨૨ જૂન દરમિયાન પણ હળવો વરસાદ ચાલુ રહેશે.

તેજ પવન સાથે વરસાદનું ઍલર્ટ (૧૯-૨૨ જૂન)ઃ કુપવાડા, પુંછ, પુલવામા, રાજૌરી સહિત જમ્મુ-કાશ્મીરના તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગે આવતીકાલે એટલે કે ૧૯ જૂને ગાજવીજ સાથે તેજ પવન અને વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાનનું આ યલો ઍલર્ટ તમામ જિલ્લાઓ માટે ૨૨ જૂન સુધી ચાલુ રહેશે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.