Western Times News

Gujarati News

જળયાત્રા પૂર્વે સાબરમતીમાં ફરી વહેશે જળધારા, 22 જૂનથી પાણી છોડવાની પ્રક્રિયા શરૂ થશે

કુબેરનગર આઈ.ટી.આઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અવર-જવર માટે ફૂટઓવર બ્રિજ તૈયાર થશે : કમલેશ પટેલ

અમદાવાદ (પ્રતિનિધિ),  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિકાસને લગતી કામગીરીની ચર્ચા માટે દર ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં વિજિલન્સ વિભાગની કામગીરી, કુબેરનગર અન્ડરપાસ, જગન્નાથજીની જળયાત્રા મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી.   મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે

આ બેઠકમાં 29 જૂને યોજાનારી પરંપરાગત જળયાત્રાને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીમાં પાણી ભરવાની તૈયારીઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.  22 જૂનથી સાબરમતી નદીમાં પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ત્યારે જળયાત્રા દરમિયાન જરૂરી જળસ્તર જળવાઈ રહે તેમજ રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા અમદાવાદના મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાંની એક હોવાથી તંત્ર દ્વારા અગાઉથી જ જરૂરી આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિજિલન્સ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સંબંધિત તપાસના અનુસંધાને જવાબદારો સામે રિકવરીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત વિજિલન્સ વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસના આધારે કુલ રૂ. 3,26,28,084.10ની રિકવરી પાત્ર ઠરાવવામાં આવી છે, જે પૈકી રૂ. 1,63,64,814.91ની વસૂલાત સફળતાપૂર્વક કરવામાં આવી છે.

કુબેરનગર અંડરપાસથી આગળ જતા આઈ.ટી.આઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અવર-જવરમાં મુશ્કેલી પડતી હતી. જે અંગે અગાઉ સર્વે પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક ફૂટઓવર બ્રિજ બનાવવાનું કહ્યું હતું.

અગાઉ ત્યાં 9 મીટરનો રોડ હતો અને તેમાં કપાતની સમસ્યા હતી, જે અંગે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચના આપવામાં આવી છે કે 9 મીટરના રોડ ખોલીને તે જગ્યા પર ફૂટઓવર બ્રિજ તૈયાર કરવાનો છે. તે માટે તાત્કાલિક જગ્યા ખુલ્લી કરવામાં આવી જેથી આગળનું કામ સરળતાથી શરુ થઇ શકે તે માટેનું સૂચન કર્યું છે.

પૂર્વ વિસ્તારમાં એક-બે જગ્યા પર રોડ બનાવ્યા બાદ ત્રણ જ મહિનામાં વ્હાઇટ ટોપિંગ/આર.સી.સી. રોડ ખોદવામાં આવ્યા હોય તેવું ધ્યાને આવ્યું હતું. જેથી, આ બાબતે નક્કી કરવામાં આવ્યું છે કે,જ્યાં આગળ યુટિલિટી છે એ સાઈડમાં જગ્યા પર આ પ્રકારના રોડ થાય તો વાંધો નથી.

પણ જ્યાં યુટિલિટી વચ્ચે છે ત્યાં તેને ખસેડીને સાઈડમાં કરવી અને સાઈડમાં હોય તો જ વાઈટ ટોપિંગ/RCC રોડ કરવાનું કહેલું છે. અમદાવાદમાં બ્રેક ડાઉનના કારણે 16 જગ્યા પર કામગીરી ચાલુ હતી તેમાંથી 14 જગ્યા પર ખાડા પૂરી દીધા છે.

ગોતામાં બે જગ્યાઓ છે ત્યાં કામગીરી ચાલુ છે. બ્રેકડાઉનના કારણે જ્યાં ખાડા પડ્યા છે તે એક જગ્યા પર ખાડો છે એ 23 તારીખ અને બીજી જગ્યા પર 30 તારીખ સુધી પૂરાઈ જશે. આ સિવાય સેટલમેન્ટવાળી 144 જગ્યા પર જ્યાં ડ્રેનેજ વોટર અને સ્ટ્રોમ વોટરની કામગીરી ચાલતી હોવાથી તેમાંથી 42 જગ્યાઓ એવી છે કે જ્યાં બેરીકેટીંગ કરીને કામગીરી હાલ ચાલુ છે અને આવનારા ટૂંક સમયમાં તેને પૂર્ણ કરવાની સૂચના આપેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.