કરીના અને પૃથ્વીરાજ સુકુમારનની ‘દાયરા’ ૧૮ સપ્ટેમ્બરે રિલીઝ થશે
‘દાયરા’ને એક તીવ્ર અને વિચાર
પ્રેરક થ્રિલર ફિલ્મરલીઝ ડેટની જાહેરાત સાથે ફિલ્મના સેટ પરથી કેટલીક ખાસ બિહાઇન્ડ ધ સીન ઝલકો પણ શેર કરવામાં આવી
મુંબઈ,મેઘના ગુલઝાર હવે પોતાની આગામી થ્રિલર ફિલ્મ ‘દાયરા’ સાથે દર્શકો સમક્ષ આવવા તૈયાર છે. ફિલ્મમાં પ્રથમ વખત કરીના કપૂર ખાન અને પૃથ્વીરાજ સુકુમારનની નવી જોડી મોટા પડદા પર જોવા મળશે. મેકર્સે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે આ ફિલ્મ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રિલીઝ ડેટની જાહેરાત સાથે ફિલ્મના સેટ પરથી કેટલીક ખાસ બિહાઇન્ડ ધ સીન ઝલકો પણ શેર કરવામાં આવી છે, જેને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
‘દાયરા’ને એક તીવ્ર અને વિચારપ્રેરક થ્રિલર તરીકે રજૂ કરવામાં આવી રહી છે. ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરિત હોવાનું કહેવાય છે અને તેમાં અપરાધ, ન્યાય અને સજા જેવા ગંભીર વિષયો પર પ્રકાશ પાડવામાં આવશે. મેઘના ગુલઝાર અગાઉ ‘રાઝી’, ‘તલવાર’ અને ‘છપાક’ જેવી વાસ્તવિકતા આધારિત ફિલ્મો માટે જાણીતાં છે. ‘દાયરા’માં પણ તેમની એ જ વાસ્તવિક અને સંવેદનશીલ વાર્તાકથનની શૈલી જોવા મળશે તેવી અપેક્ષા છે.ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરતાં કરીનાએ પોતાનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર એક BTS વીડિયો શેર કર્યાે હતો.
વીડિયો સાથે તેણે લખ્યું, “આ ફિલ્મ ખરેખર યાદગાર બનવાની છે… ‘દાયરા’ના સેટ પાછળની કેટલીક અનદેખી અને ખાસ ક્ષણોની ઝલક. દાયરા ૧૮ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવી રહી છે.”વીડિયોમાં ફિલ્મનાં સેટનું વાતાવરણ અને પાત્રોની ગંભીરતા જોવા મળે છે, જે ફિલ્મના ડાર્ક અને રિયલિસ્ટિક ટોનનો સંકેત આપે છે. અભિનેતા પૃથ્વીરાજ સુકુમારને પણ પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મની પોસ્ટ શેર કરી હતી.
તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, “કેટલીક રેખાઓ દોરવામાં આવે છે, કેટલીક પાર કરવામાં આવે છે. હવે એક પસંદગી તમારી રાહ જોઈ રહી છે… માત્ર ત્રણ મહિના બાકી. દાયરા ૧૮ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં.” પૃથ્વીરાજની આ પોસ્ટ ફિલ્મના કેન્દ્રમાં રહેલા નૈતિક સંઘર્ષ અને મુશ્કેલ નિર્ણયો તરફ સંકેત આપે છે, જે ફિલ્મનાં થ્રિલર એલિમેન્ટને વધુ રસપ્રદ બનાવે છે. હાલ મેકર્સે ફિલ્મની વાર્તા વિશે વધુ વિગતો જાહેર કરી નથી, પરંતુ BTS ફૂટેજ અને કલાકારોના સંકેતોને જોતા એવું લાગી રહ્યું છે કે ‘દાયરા’ માત્ર એક ક્રાઇમ થ્રિલર નહીં, પરંતુ ન્યાય અને જવાબદારી જેવા મુદ્દાઓ પર ગંભીર પ્રશ્ન ઉઠાવનારી ફિલ્મ સાબિત થશે.SS1
