શોએબ અખ્તરના પારિવારિક કાર્યક્રમમાં આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા લોકોની હાજરી
પાકિસ્તાનના ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના ભાઈના જનાજામાં આંતકીઓની હાજરીથી વિવાદ
મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પ્રતિબંધિત આતંકી સંગઠન ‘લશ્કર-એ-તૈયબા’ સંબંધિત રાજકીય સંગઠનનો નેતા
ઈસ્લામાબાદ, પાકિસ્તાનના ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના ભાઈ શાહિદ અખ્તરના તાજેતરમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન બાદ તેમના અંતિમ સંસ્કાર એક ગંભીર વિવાદનું કારણ બન્યા છે. ઇસ્લામાબાદમાં યોજાયેલી તેની અંતિમવિધિમાં મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પ્રતિબંધિત આતંકી સંગઠન ‘લશ્કર-એ-તૈયબા’ સંબંધિત રાજકીય સંગઠનના નેતાઓ હાજર જોવા મળ્યા હતા.લશ્કર-એ-તૈયબાએ પાકિસ્તાનમાં રાજકીય છબી જાળવવા માટે ‘પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ’ નામના રાજકીય સંગઠનની રચના કરી છે.
આ સંગઠને પોતે જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યાે છે, જેમાં તેમના મુખ્ય નેતાઓ શાહિદ અખ્તરના જનાજામાં સામેલ થઈને દુઆ કરતા નજરે પડે છે. આમાં ‘પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ’ના ઇસ્લામાબાદ અધ્યક્ષ ઇનામ-ઉર-રહેમાન કાંબોહ, ડેપ્યુટી જનરલ સેક્રેટરી અબ્દુલ્લા તૂર, ઝોનલ સેક્રેટરી હાફિઝ ઉમર અને ખિદમત કમિટીના ચેરમેન અમજદ ભટ્ટી જેવા ચહેરાઓ મુખ્ય હતા.આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓ અને તેમના સમર્થકો કેટલી આઝાદીથી ફરી રહ્યા છે.
જ્યારે શોએબ અખ્તર જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત હસ્તીના પારિવારિક કાર્યક્રમમાં આતંકવાદી સંગઠનોના લોકો ખુલ્લેઆમ હાજરી આપે છે, ત્યારે તે પાકિસ્તાનના સમાજ અને ત્યાંની વ્યવસ્થામાં આતંકવાદીઓને મળેલી સ્વીકાર્યતાને છતી કરે છે. આ દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે ત્યાંના તંત્રમાં આતંકી તત્વોને કાયદો કે સમાજનો કોઈ પણ પ્રકારનો ભય નથી.SS1
