Western Times News

Gujarati News

વડોદરાની જનતાને પ્રદૂષણમુક્ત પરિવહન સેવાની ભેટ; કુલ ૨૫૦ ઈલેક્ટ્રિક બસો દ્વારા પર્યાવરણ જાળવણીનો નિર્ધાર

ક્લીન સિટી-ગ્રીન સિટી’ના સંકલ્પ તરફ વડોદરાનું મક્કમ ડગલું

કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરામાં ‘પીએમ ઈ બસ સેવા’ અંતર્ગત ૩૦ એસી ઈલેક્ટ્રિક બસોનું પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટરની પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરાના આંગણે આયોજિત ‘વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ દરમિયાન જીએસએફસી ગેટ નંબર-૧ ખાતેથી ૩૦ નવી એસી ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને ‘ક્લીન સિટી-ગ્રીન સિટી’ બનાવવાના સંકલ્પ સાથે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘પીએમ ઈ બસ સેવા’ હેઠળ આ પર્યાવરણલક્ષી પરિવહન ક્રાંતિનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વડોદરા શહેરની વધતી જતી જરૂરિયાતોને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા અગાઉની ૧૦૦ બસોના બદલે હવે કુલ ૨૫૦ એસી ઈલેક્ટ્રિક બસો મંજૂર કરવામાં આવી છે. આ યોજનાના પ્રથમ ચરણમાં કુલ ૧૩૦ બસો ફાળવવામાં આવનાર છેજેના ભાગરૂપે આ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ ઈલેક્ટ્રિક બસો ‘ઝીરો એિમશન’ ટેકનોલોજીથી સજ્જ હોવાથી શહેરના કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે અને નાગરિકોને શુદ્ધ હવામાં મુસાફરીનો લાભ મળશે. આ તમામ બસો સંપૂર્ણ એર-કન્ડિશન્ડ  અને અવાજરહિત હોવાથી મુસાફરી વધુ સુખદ અને આરામદાયક બનશે. મુસાફરોની સુરક્ષા માટે બસોમાં સીસીટીવી કેમેરાપેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ અને ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંતઅકસ્માત સામે રક્ષણ માટે ફાયર એક્સટિંગ્વિશર અને ફર્સ્ટ એઈડ કિટની સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ બસો વ્હીલચેર એક્સેસિબલ છે. દિવ્યાંગો અને સિનિયર સિટીઝન માટે પ્રાધાન્ય સીટો તેમજ મહિલાઓ માટે ખાસ પિન્ક સીટ્સ‘ અનામત રાખવામાં આવી છે. પસંદગીની બસોમાં હાઈડ્રોલિક લિફ્ટ અને રેમ્પની સુવિધા પણ આપવામાં આવી છે. તદુપરાંત આધુનિક મુસાફરી માટે ડિજિટલ ટિકિટિંગલાઈવ ટ્રેકિંગ માટે જી.પી.એસ. સિસ્ટમ અને એનાઉન્સમેન્ટ માટે પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ‘ કાર્યરત રહેશે. નાગરિકો રોકડ ઉપરાંત યુપીઆઈટિકિટિંગ કાર્ડ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટિકિટ મેળવી શકશે.

બસોના સુચારૂ સંચાલન માટે ગોત્રીસયાજીગંજનિઝામપુરાસયાજીપુરા અને મકરપુરા ખાતે ખાસ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે રાજ્યમંત્રી ડો. મનીષાબેન વકીલવિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લમુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસધારાસભ્યશ્રીઓપદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા મહાનગરપાલિકાની આ પર્યાવરણપ્રેમી પહેલ માત્ર મુસાફરી પૂરતી મર્યાદિત નથીપરંતુ તે આવનારી પેઢીને દૂષણમુક્ત વાતાવરણ આપવાની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે. આ એસી ઈલેક્ટ્રિક બસોના આગમનથી વડોદરાના જાહેર પરિવહન માળખામાં નૂતન ઊર્જાનો સંચાર થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.