Western Times News

Gujarati News

કોલોરાડો-યુટાહ સીમા પરના જંગલોમાં ભયાનક આગઃ ૩નાં મોત, ૨ ઘાયલ

કોટનવુડમાં લાગેલી આગ ૧૪૪ ચોરસ માઈલમાં ફેલાઈ

અમેરિકાના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લાં ઘણા દિવસોથી ગરમ, સૂકા અને તેજ પવનને કારણે જંગલની આગની ઘટનાઓમાં ભારે વધારો થયો

બીવર (યુ.એસ),અમેરિકાના કોલોરાડો-યુટાહ સરહદ પર લાગેલી ભયાનક આગને કાબૂમાં લેવાના પ્રયાસ દરમિયાન ત્રણ અગ્નિશામક કર્મચારીઓનાં મૃત્યુ થયાં હતાં અને અન્ય બે ઘાયલ થયાં હતાં.અમેરિકાના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લાં ઘણા દિવસોથી ગરમ, સૂકા અને તેજ પવનને કારણે જંગલની આગની ઘટનાઓમાં ભારે વધારો થયો છે. યુટાહ, એરિઝોના અને અન્ય વિસ્તારોમાં નવી આગ લાગી રહી છે અને પહેલાથી લાગેલી આગ વધુ ઝડપથી ફેલાઈ રહી છે.

વાઇલ્ડલેન્ડ ફાયર સર્વિસે રવિવારે જણાવ્યું હતું કે શનિવારે લાગેલી નોલ્સ અને ગોર આગને કાબૂમાં લેવા માટે વિવિધ એજન્સીઓના સંયુક્ત બચાવ અભિયાનમાં આ કર્મચારીઓ સામેલ હતાં. એજન્સીએ ફેસબુક પરના નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકાની વાઇલ્ડલેન્ડ ફાયર સર્વિસ, યુએસડીએ ફોરેસ્ટ સર્વિસ સાથે મળીને આ દુઃખની ઘડીમાં શોક વ્યક્ત કરે છે અને શહીદ થયેલા કર્મચારીઓના પરિવારજનોને સંપૂર્ણ સમર્થન આપે છે. તેમની બહાદુરી, સમર્પણ અને બલિદાન ક્યારેય ભૂલાશે નહીં.યુટાના દુર્ગમ પર્વતીય વિસ્તાર કોટનવુડ સૌથી મોટી આગ લાગેલી છે.

શનિવારે આ આગ ૧૪૪ ચોરસ માઈલ (લગભગ ૩૭૩ ચોરસ કિલોમીટર)થી વધુ વિસ્તારમાં ફેલાઈ હતી. આગ ખીણો અને પહાડી ઢોળાવોમાં ફેલાતા એક સ્કી રિસોર્ટનો કેટલોક વિસ્તાર તેમજ કેટલાંક સમર વેકેશન કેમ્પ પણ સળગીને ખાખ થયા હતાં. બીવર કાઉન્ટીના અધિકારીઓએ શનિવારે ફાયર ટીમો સાથે મળીને નુકસાનનું મૂલ્યાંકન શરૂ કર્યું હતું, પરંતુ નુકસાનનો ચોક્કસ અંદાજ તરત ઉપલબ્ધ થયો નહોતો.યુટાના ગવર્નર સ્પેન્સર કોક્સે સોશિયલ મીડિયા પર લખ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર અને નિરાશાજનક છે. આગને કાબૂમાં લેવાનું કામ ઊંચા ખડકો અને અત્યંત ઢાળવાળા પર્વતીય વિસ્તારને કારણે વધુ મુશ્કેલ બની ગયું છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.