Western Times News

Gujarati News

ન્યાયનો અર્થ મને જે જોઈએ તે અને હું જે રજૂઆત કરું તે માની લો તેવો નથી : HC

બેફામ નિવેદનો, ખોટા દાવા કરવા બદલ લો ગ્રેજ્યુએટ અરજદારને ઠપકો આપ્યો

૧૮ જૂનના ચુકાદામાં કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટ સમક્ષ રજૂ થતો દરેક કેસ નિષ્ઠાપૂર્વકનો હોવો જોઈએ

ન્યાયનો અર્થ મને જે જોઈએ તે નથીઃ બોમ્બે હાઈકોર્ટ

મુંબઈ,એક લો ગ્રેજ્યુએટની અરજી ફગાવી દેતા બોમ્બે હાઇકોર્ટે જણાવ્યું હતું કે કોર્ટમાં થતી દરેક કાર્યવાહીનો હેતુ ન્યાય મેળવવાનો હોય છે, પરંતુ ન્યાયનો અર્થ મને જે જોઈએ તે અને હું જે રજૂઆત કરું તે માની લો તેવો નથી. હાઇકોર્ટે અરજીમાં બેફામ અને બિનજવાબદાર નિવેદનો કરવા બદલ આ કાયદાની વિદ્યાર્થિનીને આકરા શબ્દોમાં ઠપકો પણ આપ્યો હતો. ઔરંગાબાદ ખંઠપીઠે જણાવ્યું હતું કે પોતાની જ ભૂલોને છુપાવવા માટે ખોટા દાવાઓ કરવાનો પ્રયાસ કોર્ટની પ્રક્રિયાનો દુરુપયોગ છે અને તે તેના ભવિષ્યના લિગલ પ્રોફેશનને પણ જોખમમાં મૂકી શકે છે.

કોર્ટને વિદ્યાર્થિનીની આવી હિંમતથી માત્ર નિરાશા જ નહીં, પરંતુ ચિંતા પણ થઈ છે.૧૮ જૂનના ચુકાદામાં કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટ સમક્ષ રજૂ થતો દરેક કેસ નિષ્ઠાપૂર્વકનો હોવો જોઈએ. કોર્ટમાં થતી દરેક કાર્યવાહીનો હેતુ ન્યાય મેળવવાનો હોય છે, પરંતુ ‘ન્યાય’નો અર્થ ‘મને જે જોઈએ તે અને હું જેમ રજૂ કરું તેમ’ એવો થતો નથી.આ સમગ્ર મામલો છત્રપતિ સંભાજીનગર સ્થિત મહારાષ્ટ્ર નેશનલ લા યુનિવર્સિટીમાં અનુસ્નાતક અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો હતો. ફરજિયાત ૭૫ ટકા હાજરી ન હોવાથી તેને અંતિમ સેમેસ્ટરની પરીક્ષામાં બેસવા દેવામાં આવી ન હતી.

એપ્રિલમાં સિંગલ બેન્ચે તેની મૂળ અરજી ફગાવ્યા બાદ તેને રિવ્યૂ પિટિશન દાખલ કરીને યુનિવર્સિટીને તેના માટે વિશેષ પરીક્ષા યોજવાનો આદેશ આપવા માંગ કરી હતી. યુનિવર્સિટીએ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીની હાજરી માત્ર ૪૫ ટકા હતી. કોર્ટમાં જતાં પહેલાં તેને યુનિવર્સિટીની ફરિયાદ નિવારણ સમિતિ સમક્ષ અરજી કરી હતી, પરંતુ સમિતિની સુનાવણીમાં હાજર રહી નહોતી. કેટલાંક વિદ્યાર્થીઓને હાજરીમાં છૂટછાટ અપાઈ હોવાના દાવાને ફગાવી દેતા કોર્ટે જણાવ્યું હતું કે આ માત્ર સાંભળેલી વાતો હતી અને તેના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કરાયાં ન હતાં.

વિદ્યાર્થિનીએ અત્યંત બેફામ અને બિનજવાબદાર દાવા કર્યા હતાં. રિવ્યૂ અરજીમાં તેને પોતાની ખરાબ તબિયત અંગે રજૂઆત કરી હતી, પરંતુ તેના સમર્થનમાં કોઈ દસ્તાવેજ રજૂ કર્યાે નહોતો. વિદ્યાર્થિનીએ ફરજિયાત હાજરી માટે પૂરતા લેક્ચર ભર્યા ન હતાં. તેથી રિવ્યૂ માટે કોઈ યોગ્ય આધાર ઉભો કરી શકી નથી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.