સ્પેન 16 વર્ષ બાદ ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયનઃ ટોરેસના ગોલથી આર્જેન્ટિનાનું સ્વપ્ન તૂટ્યું
ચેમ્પિયન ટીમને રૂ. ૪૮૧ કરોડ આપવામાં આવ્યા- જે દેશના પ્રધાનમંત્રીને ટ્રમ્પે ધમકી આપી હતી તે સ્પેનના ખેલાડીઓને ટ્રમ્પે ફિફા કપની ટ્રોફી આપી
નવી દિલ્હી, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકોમાં યોજાયેલા ફિફા વર્લ્ડ કપ 2026 નો અંતિમ મુકાબલો 19 જુલાઈએ રમાયો. આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી સતત બીજા ટાઇટલ જીતવાનું સપનું જોઈ રહ્યા હતા, પરંતુ સ્પેનની ટીમે તે આશા તોડી નાખી. સ્પેને ફાઇનલમાં આર્જેન્ટિનાને ૧-૦થી હરાવીને ૨૦૧૦ પછી બીજીવાર વિશ્વ ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો. Spain fifa world cup champion
President Donald J. Trump presents the World Cup Trophy to Spain, the 2026
ફાઇનલમાં બંને ટીમો વચ્ચે કડક મુકાબલો થયો. નિર્ધારિત સમયમાં કોઈ ગોલ ન થતાં મેચ વધારાના સમયમાં ગઈ. ૧૦૬મી મિનિટે ફેરન ટોરેસે ગોલ કરીને સ્પેનને ઐતિહાસિક વિજય અપાવ્યો. ટોરેસ અવેજી ખેલાડી તરીકે મેદાનમાં આવ્યા હતા અને તેમનો આ ગોલ જીવનનો સૌથી કિંમતી સાબિત થયો.
President Donald J. Trump presents the World Cup Trophy to Spain, the 2026 @FIFAWorldCup Champions! 🏆 pic.twitter.com/SHsoBhYm1b
— The White House (@WhiteHouse) July 19, 2026
સ્પેનની જીત સાથે ફિફાએ રેકોર્ડ ઇનામી રકમ જાહેર કરી. ચેમ્પિયન ટીમને ૫૦ મિલિયન ડોલર (રૂ. ૪૮૧ કરોડ) આપવામાં આવ્યા, જે વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી મોટી રકમ છે. ૨૦૨૨માં આર્જેન્ટિનાને ૪૨ મિલિયન ડોલર મળ્યા હતા. આ વખતે ઇનામમાં ૮ મિલિયન ડોલરનો વધારો થયો. રનર-અપ આર્જેન્ટિનાને ૩૩ મિલિયન ડોલર (રૂ. ૩૧૮ કરોડ) મળ્યા. ત્રીજા સ્થાને રહેલા ઇંગ્લેન્ડને ૨૯ મિલિયન ડોલર અને ચોથા સ્થાને રહેલા ફ્રાન્સને ૨૭ મિલિયન ડોલર મળ્યા.
જ્યારે સ્પેને ઈરાન સાથેના યુધ્ધમાં અમેરિકાને સાથ આપવાનો ઇનકાર કર્યો, ત્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેન સાથેનો તમામ વેપાર રોકી દેવાની અને આર્થિક પ્રતિબંધો લગાવવાની ધમકી આપી હતી. આ ધમકી સામે ઝૂકવાને બદલે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે સ્પષ્ટ કર્યું કે, “કોઈના ડર કે દબાણમાં આવીને સ્પેન વૈશ્વિક શાંતિ અને પોતાના મૂલ્યો વિરુદ્ધ જઈને કોઈપણ ખોટા કામમાં અમેરિકાનો ભાગીદાર બનશે નહીં.”
ફિફાએ કુલ ૮૭૧ મિલિયન ડોલર (રૂ. ૮૩૮૬ કરોડ)ની ઇનામી રકમ અલગ રાખી હતી, જે અગાઉના વર્લ્ડ કપ કરતાં ૪૩૧ મિલિયન વધુ છે. ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી ટીમોને ૧૯ મિલિયન, રાઉન્ડ ઓફ ૧૬માં બહાર થયેલી ટીમોને ૧૫ મિલિયન, રાઉન્ડ ઓફ ૩૨માં બહાર થયેલી ટીમોને ૧૧ મિલિયન અને ગ્રુપ સ્ટેજમાં બહાર થયેલી ટીમોને ૯ મિલિયન ડોલર આપવામાં આવ્યા.
Lionel Messi is overcome with emotion after Argentina falls to Spain in the 2026 FIFA World Cup Final.
Spain captures its second World Cup title after Ferran Torres scores the only goal in extra time, ending Argentina’s reign as defending champions.
The emotional scene comes… pic.twitter.com/ELiuVi0WcY
— Fox News (@FoxNews) July 19, 2026
મેચ બાદ મેસ્સી ભાવુક થઈ ગયા અને કહ્યું, “અમે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ સ્પેન વધુ સારું રમ્યું.” ૩૯ વર્ષીય મેસ્સીએ સંકેત આપ્યો કે આ તેમનો છેલ્લો વર્લ્ડ કપ હશે. તેમના કારકિર્દીમાં તેમણે ૨૦૨૨નો વર્લ્ડ કપ, ૨૦૦૮નો ઓલિમ્પિક ગોલ્ડ અને બે કોપા અમેરિકા ટાઇટલ જીત્યા છે.
સ્પેન હવે ૩૮ મેચમાં અણનમ છે, જેમાં ૨૯ જીત અને ૯ ડ્રો છે. આ યુરોપિયન ટીમ દ્વારા સૌથી લાંબી અણનમ શ્રેણી છે. સ્પેનિશ મહિલા ટીમે ૨૦૨૩માં વર્લ્ડ કપ જીત્યો હતો, જેના કારણે સ્પેન પુરુષો અને મહિલાઓ બંને વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ બન્યો.
મેટલાઇફ સ્ટેડિયમમાં ૮૦,૦૦૦ દર્શકો હાજર રહ્યા હતા, જ્યારે વિશ્વભરના અબજો લોકોએ આ મુકાબલો નિહાળ્યો. હોલીવુડ સ્ટાર્સ અને ભૂતપૂર્વ ફૂટબોલ દિગ્ગજો પણ હાજર રહ્યા હતા. સ્પેનની આ ઐતિહાસિક જીતે વિશ્વભરના ચાહકોને ખુશી આપી અને આર્જેન્ટિનાના સપના તોડી નાખ્યા.
આ સાથે, સ્પેનના કોચ લુઈસ ડે લા ફુએન્ટે ૬૫ વર્ષની ઉંમરે ટીમને ટાઇટલ સુધી પહોંચાડનારા સૌથી વૃદ્ધ કોચ બન્યા. આર્જેન્ટિનાના કોચ લિયોનેલ સ્કેલોનીએ કહ્યું, અમે દુઃખી છીએ, પરંતુ અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. સ્પેન વધુ સારી ટીમ હતી. ૩૯ વર્ષીય મેસ્સીએ પહેલાથી જ સંકેત આપી દીધો છે કે આ તેમનો છેલ્લો વર્લ્ડ કપ હશે. મેસ્સીના યુગ દરમિયાન, ફૂટબોલ ચાહકોએ મેદાન પર ચમત્કારો જોયા છે.
મેસ્સીએ ૧૯ વર્ષમાં ૧૬ વખત આર્જેન્ટિનાનો શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ જીત્યો છે, જેમાં ૨૦૨૨નો વર્લ્ડ કપ, ૨૦૦૮નો બેઇજિગ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અને ૨૦૨૧ અને ૨૦૨૪નો કોપા અમેરિકા ટાઇટલનો સમાવેશ થાય છે. યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો અને કેનેડા દ્વારા આયોજિત આ સૌથી મોટા ૪૮ ટીમોના વર્લ્ડ કપનો આ ૧૦૪મો મેચ હતો.