Western Times News

Gujarati News

મહેમદાવાદ સેવા પરિવાર દ્વારા આર્મીની ટ્રેનિંગ સાથે ભરતીની માહિતી આપવામાં આવી

(પ્રતિનિધી:- મોહસીન વહોરા, સેવાલીયા)  ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મહેમદાવાદ ખાતે આજ રોજ તા:- ૨૧-૦૭-૨૦૧૯ના રોજ મહેમદાવાદ સેવા પરિવાર દ્વારા મહેમદાવાદ ડિગ્રી કોલેજ ખાતે આર્મી , સી.આર.પી.એફ, બી.એસ.એફ વગેરે ફોર્સમાં યુવાનો વધુમાં વધુ જોડાય અને દેશની રક્ષા કરે એ ઉદ્દેશથી માર્ગદર્શન સેમીનાર કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં તમામ ધર્મના આશરે 40 યુવાનોએ ભાગ લીધો હતો. દેશની સુરક્ષા કરવા માટે ઉત્સાહપૂર્વક થનગનતા યુવાનોને ભારતીય સેનામાં ભરતી કરવા માટે સેના ભરતી માર્ગદર્શન મેળો યોજાયો હતો. જેમાં હાલ લેહ-લદ્દાક ખાતે આર્મીમાં ફરજ બજાવતા કઠલાલ તાલુકાના ભરકુંડા ગામના વતની દેવેન્દ્રસિંહ ડાભી દ્વારા ધણા બધા યુવાનોને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.